યુ.એન.એમ. ફાઉન્ડેશન અને યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની જાહેરાત

અમદાવાદ, 3 જૂનઃ યુ.એન.એમ. ફાઉન્ડેશન અને યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં 1 જૂનથી 2024થી પાંચ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીને નિઃશૂલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી અપાશે. સંસ્થાની આ આગવી પહેલથી એડવાન્સ હાર્ટ ફેલ્યોરનાં દર્દીને નાણાંકીય ટેકાની જરૂર હોય તેને લાભ મળશે. યુ.એન મહેતા હોસ્પિટલમાં અત્યાર સુધી 27 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જેમાં ચાર દાતાના હાર્ટ ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે હોસ્પિટલમાં લવાયા હતા.

દરેક વ્યક્તિનું જીવન મહત્ત્વનું છે. આ ફિલસૂફી મુજબ, યુ.એન.એમ. ફાઉન્ડેશન(ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક યુ.એન. મહેતાના નામ પરથી) અને યુ. એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે (યુ.એન.એમ.આઇ.સી.આર.સી,અમદાવાદ) દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે નાણાંકીય સહાય પૂરી પાડવા એક મહત્ત્વપૂર્ણ MoU કર્યો છે. જે અંતર્ગત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનાં જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક સારવાર મળે તે માટે યુ.એન.એમ. ફાઉન્ડેશન યુ.એન.એમ.આઇ.સી.આર.સીને સંપૂર્ણ નાણાંકીય ટેકો પૂરો પાડશે. એડવાન્સ હાર્ટ ફેલ્યોરથી પીડાતા દર્દીઓ, જેને ગાઇડલાઇન મુજબ તબીબી સેવાનો પ્રતિભાવન મળ્યો હોય અને જેમની પાસે જરૂરી સારવાર માટે આર્થિક સાધનોનો અભાવ હોય તેમને આ નાણાંકીય સહાય મળવા પાત્ર હશે.

યુ.એન.એમ. ફાઉન્ડેશન સમગ્ર પ્રક્રિયાના ખર્ચને આવરી લેશે. જેમાં મુખ્યત્ત્વે ઓપરેશન પૂર્વે મૂલ્યાંકન, દાતાનાં હૃદયનું પરિવહન (જ્યાં જરૂરી હોય ત્યાં એર એમ્બ્યુલન્સ સહિત), હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ખર્ચ, ઓપરેશન બાદ 3 સપ્તાહ સુધી હોસ્પિટલમાં સારવાર, સર્જરી બાદનાં તબીબી ઉપકરણોનો ઉપયોગ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ એક વર્ષ સુધીની દવાનો સમાવેશ થાય છે.

​​​​​​​ફાઉન્ડેશન 1.5 લાખ બાળકોની સંભાળની જરૂરિયાત પૂર્ણ કરે છે

ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવારના ચેરિટેબલ ટ્રસ્ટ-ફાઉન્ડેશનની REACH પહેલ દ્વારા 1600થી વધુ ગામડામાં 1.5 લાખથી વધુ બાળકોના આરોગ્યની સંભાળ અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરાય છે. શિક્ષાસેતુ પહેલ અંતર્ગત શિક્ષણ અને જ્ઞાન સંવર્ધન પર ધ્યાન કેન્દ્રીત કરીને શાળાના બાળકો માટે શીખવાની અને શાળાની માળખાગત જરૂરિયાતો પૂરી કરવામાં આવી છે. જેમાં વાર્ષિક, 40થી વધુ ગામની 45 શાળામાં અભ્યાસ કરતા 15,000થી વધુ વિદ્યાર્થીને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર એ દેશ અને વિશ્વની સૌથી મોટી એકમાત્ર સુપર-સ્પેશિયાલિટી કાર્ડિયાક ટિચિંગ હોસ્પિટલોમાંથી એક છે. આ હોસ્પિટલમાં 1251 બેડ છે અને તે સ્ટેટ ઓફ આર્ટ માળખાગત સુવિધાઓ અને અત્યંત અત્યાધુનિક તબીબી ઉપકરણોથી સજ્જ છે. હાલમાં સંસ્થામાં વાર્ષિક 7400 કાર્ડિયાક સર્જરી, 29520 કાર્ડિયાક પ્રોસિજર કરાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)