Upcoming IPO: 2023ને વિદાય આપવા આવી રહ્યા છે 9 આઈપીઓ, આગામી સપ્તાહે લોન્ચ થશે
IPO | તારીખ (dec) | પ્રાઈસ | સાઈઝ | ગ્રે પ્રીમિયમ |
Innova | 21-26 | 426-448 | 570 કરોડ | – |
Azad Eng. | 20-22 | 499-524 | 740 કરોડ | રૂ.400 |
Credo Brands | 19-21 | 266-280 | 549.78 કરોડ | રૂ. 125 |
RBZ Jewellers | 19-21 | 95-100 | 100 કરોડ | રૂ.35 |
Happy forging | 19-21 | 808-850 | 400 કરોડ | રૂ.450 |
Suraj Estate | 18-20 | 340-360 | 400 કરોડ | રૂ. 65 |
Motisons | 18-20 | 52-55 | 151.09 કરોડ | રૂ.100 |
Muthoot Micro | 18-20 | 277-291 | 960 કરોડ | રૂ. 90 |
અમદાવાદ, 16 ડિસેમ્બરઃ વર્ષ 2023 પૂર્ણ થવાને હવે બે જ સપ્તાહની વાર છે, ત્યારે તેને વિદાય આપવા પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની ભરમાર આવી ચૂકી છે. આગામી સપ્તાહે નવ કંપનીઓના રૂ. 3471 કરોડથી વધુ ફંડ એકત્ર કરવા આઈપીઓ ખૂલી રહ્યા છે. જેની ગ્રે માર્કેટમાં પણ ધૂમ મચી છે. આ નવ આઈપીઓમાં બે આઈપીઓ જ્વેલરી સેગમેન્ટના, બે ફેશન ક્લોથિંગ સેગમેન્ટમાં કાર્યરત છે.
જેમાં મુથુટ માઈક્રોફિન લિ.નો રૂ. 960 કરોડ, મોતીસન્સ જ્વેલર્સ રૂ. 151.09 કરોડ, સુરજ એસ્ટેટ ડેવલપર્સ રૂ. 400 કરોડ, હેપ્પી ફોર્જીંગ લિ., આરબીઝેડ જ્વેલર્સનો રૂ. 100 કરોડ, ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ રૂ. 549.78 કરોડ, આઝાદ એન્જિનિયરિંગ રૂ. 740 કરોડ, ઈનોવા કેપટેબ રૂ. 570 કરોડનો આઈપીઓ સમાવિષ્ટ છે.
મુક્કા પ્રોટીન્સ લિ. પણ આગામી સપ્તાહે અથવા ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધી આઈપીઓ લાવી શકે છે. ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો આઈપીઓ આગામી સપ્તાહે 19 ડિસેમ્બરે લિસ્ટેડ થશે.જેના ગ્રે પ્રીમિયમ ક્રમશઃ રૂ. 530 અને રૂ. 165 છે. નિષ્ણાતોને ડોમ્સનું લિસ્ટિંગ 70 ટકા પ્રીમિયમે અને ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ લિ.નુ લિસ્ટિંગ 33થી 40 ટકા પ્રીમિયમે થવાનો આશાવાદ છે.
આઈનોક્સ ઈન્ડિયાનો ઈશ્યૂ સોમવારે બંધ થશે
Inox Indiaનો આઈપીઓ ફુલ્લી 7.11 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 17 ટકા ભરાયો છે. જ્યારે એનઆઈઆઈ 13.75 ગણો, રિટેલ 8.22 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. રૂ. 627-660ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1459.32 કરોડના આઈપીઓ ઈશ્યૂના ગ્રે પ્રીમિયમ રૂ. 520 છે. જે લિસ્ટિંગ ગેઈન 79 ટકા દર્શાવે છે.