NCDEX ખાતે હળદરમાં ઉપલી સર્કિટ: ઇસબગુલમાં વધારો

મુંબઇ, ૧૫ જુન: સૌરાષ્ટ્રનાં ધોધમાર વરસાદ અને રજાનાં માહોલ વચ્ચે કારોબાર સુસ્ત હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૧૫ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૧૧ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જી્રૂ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ઇસબગુલ, કપાસ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૭૦૦ રૂ. ખુલી ૫૬૯૧ રૂ., દિવેલનાં ભાવ ૧૧૭૦ રૂ. ખુલી ૧૧૭૦ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૪૫ રૂ. ખુલી ૨૫૬૬ રૂ., ધાણા ૬૨૦૦ રૂ. ખુલી ૬૧૩૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૧૮૦ રૂ. ખુલી ૫૧૨૬ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૯૮૯૯ રૂ. ખુલી ૯૮૯૯ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૨૨૮૦ રૂ. ખુલી ૨૨૨૮૦ રૂ., જીરાનાં ભાવ ૪૯૫૭૦ રૂ. ખુલી ૪૯૨૫૫ રૂ., કપાસનાં ભાવ ૧૪૭૮.૦૦ રૂ. ખુલી ૧૪૮૮.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૧૮૦ ખુલી ૪૮૧૮૦ રૂ. અને હળદરનાં ભાવ ૮૪૫૦ રૂ. ખુલી ૮૫૩૪ રૂ. બંધ રહ્યા હતા.
