UTI ફ્લેક્સી કેપ ફંડ: વ્યવસાયના ટકાઉપણા પર ભાર મૂકે છે, ૧૯૯૨થી કરે છે સંપત્તિનું સર્જન
અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ વાસ્તવિક નાણાકીય ધ્યેય નક્કી કરવો એ કોઈપણ રોકાણકાર માટે સફળ રોકાણ તરફનું પ્રથમ ડગલું છે. સતત વળતર આપી શકે તેવા રોકાણના વિકલ્પની શોધ કરવી અગત્યનું છે, ત્યારે લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેની સાથે સંકળાયેલા જોખમને સમજવા પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળા સુધીના નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડના વિકલ્પોની તપાસ કરી શકાય છે, જેના આધારે તમામ એસેટ ક્લાસમાં વિવિધ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીમાંથી રોકાણ માટેની પસંદ કરી શકાય છે. અહીં એક મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ કેટેગરી રજૂ કરવામાં આવી છે, જેને રોકાણકારો લાંબા ગાળાના સંપત્તિ સર્જનના લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે પસંદ કરી શકે છે.
ફ્લેક્સી-કેપ ફંડ્સ ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સ છે, જે કુલ સંપત્તિના ઓછામાં ઓછા 65%નું રોકાણ લાર્જ-કેપ, મિડ-કેપ કે સ્મોલ-કેપ ફંડ જેવી વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓની ઇક્વિટી એસેટ્સમાં કરે છે. યુટીઆઈ ફ્લેક્સી કેપ ફંડ આ શ્રેણીમાં સૌથી જૂના ફંડ્સમાંથી એક છે (1992માં શરૂ કરાયું) અને સતત પર્ફોમન્સનો લાંબા ગાળાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ફંડ પાસે રૂપિયા 23,400 કરોડથી વધુનું ભંડોળ છે (28 ફેબ્રુઆરી, 2025 સુધી). યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની આ ઓફર એવા કોઈપણ લાંબા ગાળાના રોકાણકાર માટે યોગ્ય છે, જે રોકાણકારો માટે આર્થિક મૂલ્યના સર્જનની સંભાવના ધરાવતા ગુણવત્તાયુક્ત વ્યવસાયોમાં રોકાણ કરવાનો પ્રયાસ કરતા ફંડની શોધમાં છે.
યુટીઆઈ ફ્લેક્સી કેપ ફંડની રોકાણ માટેની માન્યતા ગુણવત્તા, વૃદ્ધિ અને મૂલ્યાંકનના ત્રણ સ્તંભોની આસપાસ નિર્મિત છે. પોર્ટફોલિયોની વ્યૂહરચના એવા વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની રહેશે જે લાંબા સમય સુધી મજબૂત વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે અને અનુભવી મેનેજમેન્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
“ગુણવત્તા” એ લાંબા ગાળા સુધી રોકાયેલી મૂડી પર ઊંચા વળતર (RoCE) કે ઇક્વિટી પર વળતર (RoE)ને ટકાવી રાખવાની વ્યવસાયની ક્ષમતાને દર્શાવે છે. ખરા ઉચ્ચ ગુણવત્તાવાળા વ્યવસાયો એ છે જે તેમના સંબંધિત ઉદ્યોગો અથવા ક્ષેત્રો માટે મુશ્કેલ સમયમાં પણ ઉચ્ચ RoCE અને RoEનું સર્જન કરવામાં સક્ષમ હોય છે અને તેથી હંમેશા તેમના મૂડી ખર્ચથી ઉપર રહીને કાર્ય કરે છે. મોટાભાગે, ઊંચા RoCE/RoE ધરાવતા વ્યવસાય મજબૂત રોકડ પ્રવાહનું સર્જન કરવામાં સક્ષમ હશે અને આ મજબૂત રોકડ પ્રવાહ આર્થિક મૂલ્ય નિર્માણનો સ્ત્રોત બનશે.
ફંડની રોકાણ ફિલસૂફીનો છેલ્લો આધારસ્તંભ “મૂલ્યાંકન” છે. એક મોટા વ્યવસાયના પ્રવેશ બિંદુ તરીકે મૂલ્યાંકન એક મહત્વપૂર્ણ માપદંડ છે અને તેથી સ્ટોકમાં પ્રવેશ કરતાં પહેલા વ્યક્તિએ તેનો ઘણી કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. પ્રાઇસ ટુ અર્નિંગ્સ (P/E) ગુણાંક વ્યવસાયના મૂલ્યાંકનને સમજવા માટે એક સારું પ્રારંભિક બિંદુ છે, ત્યારે તેને મૂલ્યાંકનની તકનીક તરીકે જોવાની ગેરસમજ પણ વ્યાપક છે. P/E એ લાંબા ગાળા માટે કંપનીના રોકડ પ્રવાહ સર્જન અને મૂલ્ય નિર્માણની સંભાવના માટે ફક્ત એક ટૂંકા ગાળાનો માપદંડ છે. મોટાભાગે, ઊંચો RoCE અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા વ્યવસાય લાંબા ગાળે વધુ મૂલ્યનું સર્જન કરે છે અને તેથી ગાણિતિક રીતે ઉચ્ચ P/Eને પાત્ર રહે છે. તે હજુ પણ લાંબા ગાળાના રોકાણકારો માટે આકર્ષક રોકાણ હશે જેઓ આગામી થોડા મહિનાઓ અથવા ક્વાર્ટરમાં શું સારું પ્રદર્શન કરશે તેના આધારે નહીં, પરંતુ વ્યવસાયના મૂળભૂત સિદ્ધાંતોના આધારે રોકાણ કરે છે. તેથી, ફક્ત P/Es જોઈને નિર્ણય લેતાં પહેલા, વ્યક્તિએ દરેક વ્યવસાયની લાક્ષણિકતાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ અને પછી તે દરેક માટે વાજબી મૂલ્યાંકન બેન્ડ સ્થાપિત કરવો જોઈએ. P/E જે દર્શાવે છે તેના કરતાં વધુ છુપાવે છે અને તેને હંમેશા RoCE, વ્યવસાયમાં ફરીથી રોકાણ કરવાની તક અને મુક્ત રોકડ પ્રવાહના સંદર્ભમાં ધ્યાનમાં લેવું જોઈએ.
આ ફંડ “ગ્રોથ” શૈલીના રોકાણને અનુસરીને બજાર મૂડીકરણની વ્યાપક રેન્જમાં રોકાણ કરે છે. આ સ્કીમના ટોચના 10 હોલ્ડિંગમાં HDFC બેંક લિમિટેડ, બજાજ ફાઇનાન્સ લિમિટેડ, ICICI બેંક લિમિટેડ, ઝોમેટો લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, ઇન્ફોસિસ લિમિટેડ, LTIમાઈન્ડટ્રી લિમિટેડ, ઇન્ફો-એજ (ઇન્ડિયા) લિમિટેડ, એવન્યુ સુપરમાર્ટસ લિમિટેડ અને કોફોર્જ લિમિટેડનો સમાવેશ થાય છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં પોર્ટફોલિયોના ભંડોળનો લગભગ 44% હિસ્સો ધરાવે છે.
યુટીઆઈ ફ્લેક્સી કેપ ફંડ એવા ઇક્વિટી રોકાણકારો માટે યોગ્ય છે જેઓ તેમના “મુખ્ય” ઇક્વિટી પોર્ટફોલિયોનું નિર્માણ કરવા માગે છે અને આર્થિક મૂલ્યનું સર્જન કરતા ગુણવત્તાયુક્ત વ્યવસાયોમાં રોકાણ દ્વારા લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ ઇચ્છે છે. મધ્યમ રિસ્ક-પ્રોફાઇલ ધરાવતા અને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યને પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા 5 થી 7 વર્ષ માટે રોકાણ કરવા માગતા રોકાણકારો આ ફંડમાં રોકાણ કરવાનું વિચારી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વિશેષ નોંધઃ આ આર્ટિકલ અમને મોકલવામાં આવેલી પ્રેસનોટના ભાગરૂપે છે, અત્રે રજૂ કરાયેલા મંતવ્ય અંગે બિઝનેસ ગુજરાત જવાબદાર નથી)