UTI Mutual Fund એ બે નવા ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા
12 નવેમ્બર 2024: UTI એ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ અને યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ. આ પેસિવ ફંડ્સ વૈવિધ્યપૂર્ણ અને શિસ્તપદ્ધ રીતે પોર્ટફોલિયો બનાવવામાં રોકાણની અનોખી તક પૂરી પાડે છે. એક્ટિવલી મેનેજ્ડ ફંડ્સની સરખામણીમાં તે ઇન્ડેક્સ ફંડ મેનેજમેન્ટમાં યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના વ્યાપક અનુભવનો લાભ લઈને ઓછા ખર્ચે વિકલ્પો પૂરા પાડે છે. એનએફઓ 11 નવેમ્બર, 2024ના રોજ શરૂ થયો છે અને 25મી નવેમ્બર, 2024ના રોજ પૂરો થશે.
યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ
યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ એ યુટીઆઈની નવી મલ્ટી-ફેક્ટર ઓફરિંગ અને તેના ઇન્ડેક્સ ફંડ ઓફરિંગ્સમાં નવીનતમ ઉમેરો છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સને અનુસરે છે જે નિફ્ટી 100 (100 લાર્જ કેપ કંપનીઓ) અને નિફ્ટી મીડકેપ 50 (50 મીડકેપ કંપનીઓ)માં રહેલી 30 કંપનીઓના પોર્ટફોલિયોનું એક્સપોઝર આપે છે જે 50 ટકા આલ્ફા સ્કોર અને 50 ટકા લૉ વોલેટિલિટી સ્કોર જેવા કમ્પોઝિટ સ્કોર પર પસંદ કરાયેલી છે. આ કોમ્બિનેશન રોકાણકારોને ઓછી અસ્થિરતા સાથે બજારની તમામ સ્થિતિમાં એકંદરે વધુ સારા રિસ્ક એડજસ્ટેડ વળતર પૂરા પાડે છે.પ્રારંભિક લઘુતમ રોકાણ રૂ. 1,000 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે
યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ
યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ વ્યાખ્યાયિત અને શિસ્તબદ્ધ રીતે એનએસઈ પર લિસ્ટેડ મીડકેપ કંપનીઓના સમગ્ર યુનિવર્સનું એક્સપોઝર આપે છે. આ મીડકેપ સેગમેન્ટ તેની સંતુલિત વિકાસ સંભાવનાઓ અને વિસ્તરતા બજાર ક્ષેત્રોમાં આગળ વધવાની ક્ષમતાના લીધે લાર્જ કેપ અને સ્મોલ કેપની સરખામણીએ લાંબા ગાળે વધુ સારા વળતરની સંભાવના ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)