નિફ્ટીની ટોચની 100 કંપનીઓમાં વેદાંતા સૌથી મોટી વેલ્થ ક્રિએટર બની
મુંબઇ, 22 એપ્રિલઃ વેદાંતા લિમિટેડે નાણાંકીય વર્ષ 2025 87 ટકાનું ટોટલ શેરહોલ્ડર રિટર્ન (ટીએસઆર) આપ્યું છે જેનાથી શેરધારકો માટે નોંધપાત્ર પ્રમાણમાં સંપત્તિનું સર્જન થયું છે. નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50 કંપનીઓમાં આ સૌથી વધુ વળતર છે. ટોચની પાંચ અન્ય કંપનીઓમાં ફાર્મા ક્ષેત્રની અગ્રણી ડિવિઝ લેબોરેટરીઝ 69 ટકા, બજાજ હોલ્ડિંગ્સ 52 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ 51 ટકા અને ઇન્ટરગ્લોબ એવિયેશન 44 ટકા ટીએસઆર સાથે રહી છે. વેદાંતાના શેર્સ નાણાંકીય વર્ષ 2025માં લગભગ 70 ટકા વધ્યા હતા અને 11.8 ટકાની ડિવિડન્ડ ઉપજ મેળવી હતી. કંપનીનો 87 ટકાનો ટીએસઆર એ તેના ક્ષેત્રની બીજી કંપનીઓ કરતા પણ વધુ છે જેમ કે જેએસડબ્લ્યુ 29 ટકા, હિન્દાલ્કો 22, ટાટા સ્ટીલ 1 ટકો અને જિંદાલ સ્ટીલ 8 ટકા.
વેદાંતાની હાલ ચાલી રહેલી ડિમર્જર પ્રક્રિયાએ પણ શેરની કિંમતમાં વધારામાં યોગદાન આપ્યું હતું. વેદાંતાના શેરધારકો અને ધિરાણકર્તાઓ તરપતી 99 ટકાથી વધુની મંજૂરી પ્રાપ્ત આ ડિમર્જરથી સંસ્થાકીય રોકાણકારોને ભારતના આર્થિક વિકાસ સાથે ઘનિષ્ઠપણે સંલગ્ન ક્ષેત્રોમાં રોકાણ કરવાની તક મળે તેવી સંભાવના છે.
શેરધારકોને તાજેતરમાં લખાયેલા એક પત્રમાં ચેરમેન અનિલ અગ્રવાલે કંપનીના ધ્યાન હેઠળના ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો હતો. વેદાંતા નાણાંકીય વર્ષ 2026 માટે મોટી વિસ્તરણ યોજનાઓ ધરાવે છે. કંપનીને આશા છે કે તેની વર્તમાનમાં ચાલી રહેલા વિસ્તરણ પ્રોજેક્ટ્સથી ગ્લોબલ કોસ્ટની બાબતે ટોચના સ્થાન સુધી પહોંચવામાં અને વોલ્યુમ ગ્રોથ હાંસલ કરવામાં મદદ મળશે.
કંપની તેની એલ્યુમિનિયમ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી રહી છે અને તેના ગ્રીન એલ્યુમિનિયમ ઉત્પાદન એકમ માટે સ્થાન નક્કી કરવાના અંતિમ તબક્કામાં છે, જે કંપનીના જણાવ્યા મુજબ, વિશ્વનો પ્રથમ સંપૂર્ણપણે ગ્રીન એલ્યુમિનિયમ પ્લાન્ટ હશે.
વેદાંતા અન્ય એકમોમાં પણ મોટાપાયે ક્ષમતા વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેનું બાલ્કો સ્મેલ્ટર વિસ્તરણ પ્રગતિના તબક્કામાં છે અને તેની કામગીરી નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં પૂરી થવાની ધારણા છે. કંપનીનું ઝિંક ઈન્ડિયા યુનિટ દેબારી ખાતે વાર્ષિક 1,60,000 ટન રોસ્ટર અને વાર્ષિક 5,10,000 ટન ફર્ટિલાઇઝર પ્લાન્ટની યોજના ધરાવે છે, જેની આખરી કામગીરી નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં પૂરી થવાનું લક્ષ્યાંક છે. તેવી જ રીતે, વેદાંતાના ઝિંક ઇન્ટરનેશનલ યુનિટનો ફેઝ-2 વિસ્તરણ પ્રોજેક્ટ નાણાંકીય વર્ષ 2026માં પૂરો થવાનું લક્ષ્ય ધરાવે છે.
Top 10 companies by TSR in FY 25 among the Nifty 50 and Nifty Next 50 companies.
Companies | Div Yield | TSR |
VEDL | 11.80% | 87% |
DIVISLAB | 0.70% | 69% |
BAJAJHLDNG | 1.30% | 52% |
BEL | 1.20% | 51% |
INDIGO | 0.00% | 44% |
BHARTIARTL | 0.50% | 42% |
M&M | 0.90% | 40% |
TRENT | 0.10% | 35% |
EICHERMOT | 1.10% | 34% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)