Vedanta નો 900 મિલિયન ડૉલરનો બોન્ડ ઇશ્યુ 1.6 ગણો ઓવરસબસ્ક્રાઇબ થયો – Blackrock અને Fidelity મુખ્ય રોકાણકારો
વેદાંતા રિસોર્સિસ લિમિટેડ (VRL) ની પેટા-કંપની વેદાંતા રિસોર્સિસ ફાઇનાન્સ II PLC એ સિંગાપોર એક્સચેન્જને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેણે પોતાની બોન્ડ ઓફરનું પ્રાઇઝિંગનું કામ પૂરૂં કરી દીધું છે. ઘટનાક્રમથી જાણકાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, 10.875 ટકાના 900 મિલિયન ડૉલરની કુલ મુદ્દલનાં ઇશ્યુમાં બ્લેકરોક, લોમ્બાર્ડ ઓડિયર, ફિડેલિટી અને અમુન્ડી જેવા પ્રતિષ્ઠિત રોકાણકારોએ ભાગ લીધો હતો. બોન્ડમાંથી પ્રાપ્ત મૂડીનો ઉપયોગ વીઆરએફ કેટલાક વર્તમાન બોન્ડની વ્યાજ સહિતની ચુકવણીમાં કરશે. આ બોન્ડ ઇશ્યુ 1.6 ગણો ઓવરસબસ્ક્રાઇબ થયો હતો અને સમગ્ર વિશ્વમાંથી 1.45 અબજ ડૉલરના કુલ ઓર્ડર મળ્યા હતા. આ પૈકી 41 ટકા એશિયામાંથી, 25 ટકા ઇએમઇએ (યુરોપ, મિડલ ઇસ્ટ અને આફ્રિકા)માંથી, અને 35 ટકા અમેરિકામાંથી પ્રાપ્ત થયા હતા.
ક્રિસિલે વેદાંતા લિમિટેડની બેન્ક ફેસિલિટીઝ એન્ડ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું લાંબાગાળાનું રેટિંગ સુધારીને AA- ‘વૉચ વિથ પોઝિટિવ ઇમ્પ્લિકેશન્સ’ કર્યુ છે. પોતાના અહેવાલમાં ક્રિસિલે નોંધ્યું છે કે કોન્સોલિડેટેડ ઓપરેશનલ પ્રોફિટેબિલિટી (EBITDAમાંથી વીઆરએલને બ્રાન્ડ અને મેનેજમેન્ટ ફીને બાદ કરતા) વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 45,000-47,000 કરોડ થવાનો અંદાજ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)