વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો આઈપીઓ 65 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, 47 ટકા ઉછાળે બંધ
વિષ્ણુ પ્રકાશ આઈપીઓ લિસ્ટિંગ
ઈશ્યૂ સાઈઝ | 308.88 કરોડ |
ઈશ્યૂ પ્રાઈઝ | 99 |
લિસ્ટિંગ | 165 |
રિટર્ન | 66.66 ટકા |
અમદાવાદ 5 સપ્ટેમ્બરઃ વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો રૂ. 308.88 કરોડનો આઈપીઓ 64.94 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખુશખુશહાલ કર્યા છે. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 99 સામે આજે બીએસઈ ખાતે 163.30ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં વધી 164.48ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 144 સુધી ગયો હતો. એનએસઈ ખાતે 165ના સર્વોચ્ચ ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ 144.80 પર અને બીએસઈખ ખાતે 145.93 પર બંધ રહ્યો હતો.
કેન્દ્રીય અને રાજ્ય સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બાંધકામ અને ડિઝાઈન પ્રોજેક્ટ કામગીરી સાથે જોડાયેલી વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાના આઈપીઓને રોકાણકારોએ આવકાર્યો હતો. 24 ઓગસ્ટે ખૂલનાર આ આઈપીઓ માટે ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 171.69 ગણો ભરાયો હતો. જ્યારે એનઆઈઆઈ 111.03 ગણો અને રિટેલ 32.01 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 87.82 ગણો ભરાયો હતો.
ગ્રે માર્કેટમાં 60 ટકા પ્રિમિયમઃ વિષ્ણુ પ્રકાશ પુંગલિયાના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રિમિયમ 60 ટકા બોલાઈ રહ્યું હતું. જે અગાઉ 65થી 70 ટકા ગ્રે પ્રિમિયમ હતું. વિવિધ બ્રોકરેજ હાઉસે મધ્યમથી લાંબાગાળાના દ્રષ્ટિકોણ સાથે રોકાણ કરવા સલાહ આપી હતી.