WEEKLY REVIEW: NIFTY સાપ્તાહિક 4.26% સુધરી 23350.40
અમદાવાદ, 24 માર્ચઃ NIFTY સાપ્તાહિક 4.26% સુધરી 23350.40 બંધ રહ્યો છે. NIFTY વાયદો 4.17%ના ગેઇને 23379.85 બંધ રહ્યો હતો. સેન્સેક્સ 4.17% વધી 76905.51 અને બેન્કેક્સ 5.17%ના વીક્લી ગેઇનના પ્રતાપે 58173.22ના સ્તરે વિરમ્યો છે. NSEમાં બેન્ક NIFTY વાયદો 5.05% સુધરી 50593.75 અને બેન્ક NIFTY 5.27% સુધરી 50593.55ની સપાટીએ છે. NIFTY ફાઇનેન્સ વાયદો 5.32% સુધરી 24563.90 બંધ હતા. NIFTY મિડકેપ સિલેક્ટ વાયદામાં 6.61% સુધરી 11534.40 અને રોકડામાં 6.31% વધી 11507 રહ્યો હતો. NIFTY નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 6.58%ના સાપ્તાહિક સુધારા સાથે રહ્યો હતો.
NSEનો NIFTY કેપીટલ માર્કેટ ઇન્ડેક્સ 1 વીકમાં 13.92% અને એક માસમાં 0.52% વધીને 3336.10 બંધ હતો. NIFTY મિડસ્મોલ ફિનેન્શીયલ સર્વીસીસ સાપ્તાહિક 10.56%, માસિક 1.45% તથા વાર્ષિક ધોરણે 16.51%ના ગેઇને 14811.20ના સ્તરે વિરમ્યો હતો. થીમ ઓફ ધ વીક NIFTY ઇન્ડીયા ડીફેન્સ ઇન્ડેક્સ સાપ્તાહિક 10.46%, માસિક 20.43% અને વાર્ષિક 41.73% વધી 6248 બંધ રહ્યો હતો. NSEના 26 ઇન્ડેક્સોમાં સાપ્તાહિક 7થી 10 ટકાનો સુધારો જોવા મળ્યો તેમાં રિયલ્ટી, મિડીયા, હેલ્થકેર ક્ષેત્રોનાં ઇન્ડેક્સ અને NIFTY પીએસઇનો સમાવેશ થતો હતો. 5થી 7 ટકાના વીક્લી ગેઇન સાથે 44 ઇન્ડેક્સો બંધ હતા
ડિફેન્સ શેર્સમાં જામી તેજીની લડાઇ, ડેટા પેટર્ન રહ્યો લાઇમલાઇટમાં
ડીફેન્સ ઇન્ડેક્સના શેરોમાંથી ડેટા પેટર્નનો શેર રૂ. 1713ના લેવલે બંધ હતો. એરોસ્પેસ-ડીફેન્સમાં કાર્યરત આ કંપનીના શેર પર નજર રાખવા જેવી છે. સોલાર ઇન્ડસ્ટ્રીઝ 10650.65 બંધ રહ્યો , આ શેરે 10340નું લેવલ ક્રોસ કરી વધુ તેજીની સંભાવના દર્શાવી છે. મઝગાંવ ડૉક રૂ. 2591.40 બંધ હતો. મિશ્ર ધાતુ નિગમ રૂ. 270 વાળો 1 વીકમાં રૂ. 286.58 થયો હતો. ભારત ઇલેક્ટ્રોનિક્સ વધીને 295.74 પર વિરમ્યો હતો.
એમઆરએફ સહીત 5 શેરોની F&Oમાંથી વિદાય
NSEએ પાંચ શેરોને એફએન્ડઓની જૂન સિરીઝ એટલે કે 28મી મે બુધવારથી એફએન્ડઓમાંથી પડતા મુકવાનો નિર્ણય કર્યો છે. આ પાંચ શેરો છે- (1)એમઆરએફ રૂ. 1,12,100 (2) અપોલો ટાયર્સ રૂ. 426 (3) દિપક નાઇટ્રાઇટ રૂ. 2056 (4) એસ્કોર્ટ્સ રૂ. 3202 અને (5) રામ્કો સિમેન્ટ્સ રૂ. 859.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)