અમદાવાદ, 15 સપ્ટેમ્બર: અદાણી સિમેન્ટે એન્જિનિયર્સ ડે નિમિત્તે, ‘અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ’ શિર્ષક હેઠળ એક બહુલક્ષી રાષ્ટ્રવ્યાપી શૈક્ષણિક-ઉદ્યોગને સાંકળતો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમની રચનાની હેતુ વર્ગ ખંડોને વાસ્તવિક દુનિયાની માળખાગત સુવિધાઓ અને ટકાઉપણા સામેના પડકારોને સંકલિત કરવાનો છે.

અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સનો આરંભ સરકારના યોગ્ય ભારત મિશન અને શિક્ષણ મંત્રાલયના રોજગાર અને ઉદ્યોગસાહસિક કૌશલ્ય વચ્ચેના અંતરને દૂર કરવાના આહવાન સાથે એક સંકલિત ભવિષ્યના નિર્માણ માટે તૈયાર કાર્ય બળ બનાવવા માટે સમયસરના ઉદ્યોગ-સંચાલિત ઉકેલ તરીકે ઉભરી આવી છે. જે ભારતના વસ્તી વિષયક લાભાંશનો લાભ ઉઠાવીને વિક્સિત ભારત ૨૦૪૭ના કલ્પનાને સાકાર કરવા માટે માનવ મૂડી પૂરી પાડે છે. 100 થી વધુ શહેરોમાં  રાજ્ય અને ખાનગી ક્ષેત્રની ટોચની સંસ્થાઓ અને I.I.T , N.E.T . જેવી એકસોથી વધુ પ્રતિષ્ઠિત અગ્રણી ઇજનેરી સંસ્થાઓ અને 100 જેટલી શાળાઓ સાથે જોડાણ કરીને જિજ્ઞાસાથી કારકિર્દી સુધી એક સાતત્ય સ્વરુપમાં આ પહેલની ડિઝાઇન કરવામાં આવી છે જે ભારતના વસ્તી વિષયક લાભાંશ રાષ્ટ્ર નિર્માણ માટે કુશળ બળમાં પરિવર્તિત થાય છે.ખાતરી કરે છે.

સ્માર્ટ સિમેન્ટ લેબ્સથી લઈને રોબોટિક્સ, AI-સક્ષમ નવીનતા, ડીકાર્બોનાઇઝેશન સંશોધન અને કારકિર્દીના માર્ગોના દિશા સુચન સુધી ભારતની પ્રતિભાશાળી યુવા શક્તિ માત્ર રોજગારી યોગ્ય જ નહીં પરંતુ ઉદ્યોગસાહસિક પણ છે તેની અમે ખાતરી કરી રહ્યા છીએ.

વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM )એ યુવા શક્તિ વિક્સતિ ભારત પાછળનું પ્રેરક બળ છે અને અમે ‘પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા’માં દૃઢપણે માનીએ છીએ. જ્યારે સિમેન્ટ રાષ્ટ્રનું માળખાગત નિર્માણ કરે છે ત્યારે ફ્યુચરએક્સ GenZ ઇન્ડિયાની આકાંક્ષાઓ અને ક્ષમતાઓનું સર્જન કરવામાં મદદ કરી, પ્રતિભા, નવીનતા અને આપણા દેશના વિકાસને વેગ આપવા માટે એક જવાબદારીની ભાવનાને સંરેખિત કરશે

આ કાર્યક્રમ હેઠળ ઉત્પાદન પ્રક્રિયાઓના જાત અભ્યાસ અને સ્વાનુભવ માટે નવી મુંબઈના કલંબોલીમાં આવેલા અદાણી અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ એ ભારતમાં બાંધકામ સામગ્રીના ક્ષેત્રમાં સૌથી મોટા શૈક્ષણિક-ઉદ્યોગ સહયોગમાંનું એક પ્રસ્તુત  કરે છે.  અદાણી સિમેન્ટ પહેલાથી જ 1,500 થી વધુ તાલીમી સ્નાતક ઇજનેરો અને ડિપ્લોમા ઇજનેરોના પ્રતિભાશાળી સમૂહને તાલીમ બધ્ધ કરીને  દેશના ભાવિ ઘડવૈયા બનાવવા માટે અદ્યતન લિડરશીપ કાર્યક્રમો ચલાવે છે. આ પહેલ માળખાગત વિકાસ, ક્ષમતા નિર્માણ અને નવીનતા સાથે ઓતપ્રોત થઇને આગળ વધવો જોઈએ તેના પર આ પહેલ ભાર મૂકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)