વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન સર્વિસીઝનો SME IPO 20 જૂને ખૂલશે
ઇશ્યૂ ખૂલશે | 20 જૂન |
ઇશ્યૂ બંધ થશે | 24 જૂન |
ઇશ્યૂ પ્રાઇસ | રૂ.140 |
ઇશ્યૂ સાઇઝ | 6.52 લાખ શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ.9.13 કરોડ |
લોટ સાઇઝ | 1000 શેર્સ |
લિસ્ટિંગઃ | એનએસઇ ઇમર્જ |
મુંબઈ, 18 જૂનઃ વિઝા કન્સલ્ટન્સી અને ઇમિગ્રેશન સર્વિસીઝના વ્યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન સર્વિસીઝ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 9.13 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇસ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 20 જૂને ખૂલશે અને 24 જૂને બંધ થશે. રૂ. 9.13 કરોડના આઈપીઓમાં રૂ. 140 પ્રતિ શેરના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુના 6.52 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.
એપ્લિકેશન માટે લઘુત્તમ લોટ સાઈઝ 1000 શેર છે જેનાથી દરેક અરજીનું મૂલ્ય રૂ. 1.40 લાખ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ રોકાણકારોનો ક્વોટા નેટ ઓફરના 50 ટકા પર રાખવામાં આવ્યો છે. પ્રમોટર હોલ્ડિંગ ઇશ્યૂ પૂર્વે 83.63 ટકા છે જે ઇશ્યૂ પછી 58.51 ટકા હશે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
ઇશ્યૂના મુખ્ય હેતુઓઃ ઇશ્યૂ દ્વારા એકત્રિત કરાયેલા ફંડ્સનો નવી ઓફિસ ખોલવા, સોફ્ટવેર ડેવલપમેન્ટ, દેવાની ચૂકવણી, બ્રાન્ડિંગ અને એડવર્ટાઇઝિંગ તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત વેપારના વિસ્તરણ માટે કરવામાં આવશે. રૂ. 9.13 કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી કંપની રૂ. 2.88 કરોડનો ઉપયોગ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે, રૂ. 97 લાખ સમગ્ર ભારતમાં ઓફિસો ખોલવા માટે, રૂ. 1.59 કરોડ દેવાની ચૂકવણી માટે, રૂ. 1 કરોડ બ્રાન્ડિંગ અને જાહેરાત માટે, રૂ. 1.99 કરોડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
લીડ મેનેજર્સઃ ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શ્યિલ સર્વિસીઝ આ ઇશ્યૂની લીડ મેનેજર છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડના ડિરેક્ટર જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, 2008માં સ્થપાયેલી વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ મુખ્યત્વે વિઝા કન્સલ્ટન્સી વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની લોકોને અભ્યાસ, મુસાફરી, કામ, વ્યવસાય અને માઇગ્રેશનના હેતુઓ માટે મદદ કરે છે. કંપનીએ હજારો ગ્રાહકોને ઇમિગ્રેશન અને વિઝા પ્રક્રિયામાં મદદ કરી છે અને વિઝા કન્સલ્ટન્સી પૂરી પાડી છે. કંપનીની ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં 12 ઓફિસો છે, જેમાં શાખાઓ, ફ્રેન્ચાઇઝી અને કેનેડામાં વર્ચ્યુઅલ ઓફિસનો સમાવેશ થાય છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 39.27 લાખનો ચોખ્ખો નફો અને રૂ. 11.02 કરોડની આવકો નોંધાવી હતી જેની સામે નાણાંકીય વર્ષ 2022-23 માટે 12 મહિના માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 1.45 કરોડ અને આવકો રૂ. 11.97 કરોડ હતી. 31 માર્ચ, 2024ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 2.30 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 79 લાખ અને એસેટ બેઝ રૂ. 5.43 કરોડ હતો. 31 માર્ચ, 2024ના રોજ કંપનીની આરઓઈ 18.6 ટકા, આરઓસીઈ 15.74 ટકા અને આરઓએનડબ્લ્યુ 17.02 ટકા હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)