યસ બેન્કનો શેર ટેકનિકલી સાઉન્ડ: રૂ. 33 ક્રોસ કર્યા પછી રૂ. 40-45નો ટાર્ગેટ આપે છે નિષ્ણાતો
YES BANKના શેરમાં મન્થલી સ્થિતિ એટ એ ગ્લાન્સ
Month | Open | High | Low | Close |
Nov 23 | 15.99 | 21.15 | 15.91 | 19.35 |
Dec 23 | 19.44 | 23.05 | 19.20 | 21.46 |
Jan 24 | 21.51 | 26.25 | 21.40 | 24.07 |
Feb 24 | 24.17 | 32.81 | 22.62 | 31.37 |
અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ ખાસ્સા સમય સુધી સુસ્ત પડ્યા રહ્યા બાદ યસ બેન્કમાં છેલ્લા ચાર માસથી તેજીનો જુવાળ જોવા મળ્યો છે. તેના કારણે YES BANK ફેબ્રુઆરીમાં 30 ટકા ઊછળ્યો, ચાર માસમાં બમણો ઉછળ્યો છે. કંપનીના ફન્ડામેન્ટલ્સ અને અંતરાયો સુધર્યા છે. માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ પણ વધ્યા છે. સાથે સાથે ટેકનિકલ એનાલિસ્ટ્સ હવે સૂર પૂરાવી રહ્યા છે કે આગામી સપ્તાહે યસ બેન્ક જો રૂ. 33ની સપાટી ક્રોસ કરે તો ઉપરમાં રૂ. 40-45 સુધી સુધરવાની પૂરેપૂરી શક્યતા છે.
યસ બેન્કના શેરની ફેબ્રુઆરીમાં ડેઇલી મૂવમેન્ટ એટ એ ગ્લાન્સ
Date | Open | High | Low | Close |
1/02/24 | 24.17 | 24.23 | 23.70 | 23.89 |
2/02/24 | 23.99 | 24.13 | 23.60 | 23.70 |
5/02/24 | 23.70 | 23.82 | 22.62 | 22.80 |
6/02/24 | 23.02 | 25.68 | 23.02 | 25.42 |
7/02/24 | 26.19 | 30.50 | 25.95 | 29.83 |
8/02/24 | 31.18 | 32.74 | 28.87 | 30.03 |
9/02/24 | 30.28 | 32.81 | 29.25 | 31.37 |
સુધારાને સૂર આપતાં સંગીન કારણો
RBIએ HDFC બેંકના શેર મૂડીના 9.50 ટકા સંપાદન/ યસબેંકના મતદાન અધિકારોને મંજૂરી આપી. મંજૂરી વર્ષ માટે છે. | યસ બેંકે જાહેરાત કરી કે બોર્ડે પેટાકંપની YSILપાસેથી રોકાણ બેંકિંગ અને મર્ચન્ટ બેંકિંગ વ્યવસાયોને બેંકમાં ટ્રાન્સફર કરાશે. |
વિવિધ બ્રોકરેજ હાઉસના મતે યસ બેન્કનો અંદાજ
મંત્રી ફિનમાર્ટના સ્થાપક અરુણ મંત્રી | ટેકનિકલી 24ની સપાટીએથી સંગીન બ્રેકઆઉટ અને 32-33 માર્કના સાપ્તાહિક પ્રતિકારની નજીક છે. |
શિજુ કૂથુપલક્કલ, પ્રભુદાસ લિલ્લાધર | ડેઇલી ચાર્ટ પર શેરે 22.60 ઝોનના 50-EMA સ્તરની નજીક ટેકો લીધો છે અને બુલિશ કેન્ડલ રચનાઓની શ્રેણી સાથે 26.25 ઝોનની અગાઉની ટોચની ઉપર બ્રેકઆઉટનો સંકેત આપ્યો છે. અનુક્રમે 35 અને 44 સ્તરના આગળના લક્ષ્યોને હાંસલ કરી શકે છે. |
ડેરિવેટિવ ટ્રેડર રાજેશ શ્રીવાસ્તવ | રૂ. 45ના લક્ષ્યાંક ભાવ સાથે શેર તેજીની રેસમાં છે. યસ સિક્યોરિટીઝ બિઝનેસના ટ્રાન્સફર જેવા મહત્વના નિર્ણયો સાથે, ધંધો મોટા પુનઃરચનામાંથી પસાર થઈ રહ્યો છે, જે આગળ વધીને ઊલટું વેગ આપશે. |
STOXBOX | TARGET 37-40 |
PRABHUDAS LILADHAR | TARGET 37-41 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)