ઝેરોધા ફંડ હાઉસે ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF લોન્ચ કર્યું, ઓવરનાઈટ રિટર્નનો લાભ મળશે
બેંગલુરુ, 9 જાન્યુઆરી, 2024: ઝેરોધા ફંડ હાઉસે આજે તેની નવી સ્કીમ અને ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF – Zerodha Nifty 1D રેટ લિક્વિડ ETF લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ 24મી જાન્યુઆરી, 2024 સુધીમાં NSE અને BSE એક્સચેન્જમાં લિસ્ટિંગ થવાની અપેક્ષા છે.
ઝેરોધા નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF નિફ્ટી 1D રેટ ઇન્ડેક્સની નકલ કરે છે, જે બજારના સહભાગીઓ દ્વારા રાતોરાત બજારમાં ધિરાણ આપતાં રિટર્નની આંકરણી કરે છે. ETF મુખ્યત્વે CCIL (ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ) પ્લેટફોર્મ પર ટ્રેડેડ TREPS (ટ્રેઝરી બિલ્સ રિપર્ચેઝ)માં રોકાણ કરે છે. ટ્રેઝરી બિલ દ્વારા સમર્થિત ટૂંકા ગાળાના ડેટ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવામાં આવ્યું હોવાથી, તે પ્રમાણમાં ઓછું ક્રેડિટ જોખમ અને ઓછા વ્યાજ દરનું જોખમ ધરાવે છે. ફંડ ઇક્વિટી અને રોકડ વચ્ચે સીમલેસ ટ્રાન્ઝિશનની સુવિધા આપી શકે છે, જેનાથી વધુ સારી રોકડ વ્યવસ્થાપનની સુવિધા મળે છે અને તેથી તે તમામ પ્રકારના રોકાણકારો માટે યોગ્ય છે.
ઝેરોધા ફંડ હાઉસના સીઈઓ વિશાલ જૈને જણાવ્યું હતું કે, “ZFHની આ નવી પ્રોડક્ટ લિક્વિડ ETFના આગમનને દર્શાવે છે જે ભારતમાં પ્રથમ વખત ગ્રોથ NAV ઓફર કરે છે. આ સુવિધા ઇટીએફના પ્રદર્શનને ટ્રેક કરવાનું સરળ બનાવે છે. વધુમાં, રોજિંદા ડિવિડન્ડની સરખામણીમાં, જ્યારે ETF વેચવામાં આવે ત્યારે જ રિટર્ન પર કર લાદવામાં આવે છે. વધુમાં રિટેલ રોકાણકારોને વધુ સક્ષમ બનાવવા માટે, ETF પાસે 100ની NAV સાથે શરૂ થતી ટિકિટ સાઈઝ નીચી હશે.
ઈન્ડેક્સ
- નિફ્ટી 1D રેટ ઇન્ડેક્સ રાતોરાત બજારમાં ધિરાણ આપતા બજારના સહભાગીઓ દ્વારા સર્જિત રિટર્નને માપવા માટે વિકસાવવામાં આવ્યો છે.
- ઈન્ડેક્સ વેલ્યૂની ગણતરી માટે ટ્રાઇ-પાર્ટી રેપો ડીલિંગ સિસ્ટમ (TREPS) દ્વારા પૂરા પાડવામાં આવતા ઓવરનાઈટ રેટનો ઉપયોગ કરે છે.
- ઝેરોધા નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF માટે અરજીની લઘુત્તમ રકમ રૂ. 500 છે.