ઝાયડસે ફ્રાન્સની એમ્પ્લિટ્યૂટ સર્જિકલમાં પ્રતિ શેર 6.25 યુરોની કિંમતે બહુમતી શેરહોલ્ડિંગ ખરીદવા માટે વિશેષ વાટાઘાટો શરૂ કરી છેપ્રસ્તાવિત ખરીદીની રકમ એમ્પ્લિટ્યૂટ સર્જિકલ[1]ના 85.6 ટકા આઉટસ્ટેન્ડિંગ શેર્સ અને વોટિંગ અધિકારો માટે 256.8 મિલિયન યુરો જેટલી થાય છે
કંટ્રોલિંગ બ્લોકને હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝાયડસ એમ્પ્લિટ્યૂડ સર્જિકલના એક શેર માટે 6.25 યુરોની એટલી જ ખરીદ કિંમતે એમ્પ્લિટ્યૂડ સર્જિકલમાં બાકીના તમામ શેર્સ માટે ફરજિયાત સરળ કેશ ટેન્ડર ઓફર કરશે.જો ટેન્ડર ઓફરના અંતે શરતો પૂરી થશે તો ઝાયડસ લઘુમતી શેરધારકો તરફથી બાકીના શેર્સને ફરજિયાતપણે હસ્તગત કરવા (squeeze-out)  અને કંપનીને ડિલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવા માંગે છે

અમદાવાદ, વેલેન્સ (ફ્રાન્સ), 11 માર્ચ, 2025: વૈશ્વિક ઇનોવેશન આધારિત લાઇફસાયન્સિસ કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે (“Zydus”) પીએઆઈ પાર્ટનર્સ અને એમ્પ્લિટ્યૂડ સર્જિકલના મેનેજમેન્ટ ઉપરાંત બે લઘુમતી શેરધારકો પાસેથી એમ્પ્લિટ્યૂડ સર્જિકલની 85.6 ટકા શેર મૂડી એમ્પ્લિટ્યૂડ સર્જિકલના શેર દીઠ 6.25 યુરોની કિંમતે ખરીદવા માટે વિશિષ્ટ વાટાઘાટો શરૂ કરી છે. હિસ્સો હસ્તગત કરવાની આ કિંમત 10-03-2025ના રોજ છેલ્લા બંધ ભાવના 80.6 ટકા પ્રીમિયમ અને એમ્પ્લિટ્યૂટ સર્જિકલની 3 મહિનાની અને 6 મહિનાની વોલ્યુમ-વેઇટેડ એવરેજ પ્રાઇઝના અનુક્રમે 88.2 ટકા અને 92.2 ટકા પ્રીમિયમ દર્શાવે છે.

એમ્પ્લિટ્યૂડ સર્જિકલ એ હાઇ-ક્વોલિટી, લૉઅર-લિમ્બ ઓર્થોપેડિક ટેક્નોલોજીસમાં યુરોપિયન મેડટેક ક્ષેત્રની લીડર છે. કંપની દર્દીઓ, સર્જન્સ અને હેલ્થકેર ફેસિલિટીઝની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પહોંચી વળવા માટે અનેક વેલ્યુ-એડેડ ઇનોવેશન્સ પૂરા પાડે છે જેમાં ની અને હિપ પ્રોસ્થેસીસની ડિઝાઇન અને ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. એમ્પ્લિટ્યૂડ સર્જિકલે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષમાં એમ્પ્લિટ્યૂડ સર્જિકલે આઇએફઆરએસ હેઠળ કન્સોલિડેટેડ આધાર પર 27.1 મિલિયન યુરોની એબિટા અને 106.0 મિલિયન યુરોનું વેચાણ નોંધાવ્યું છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા છ મહિનાના ગાળા માટે એમ્પ્લિટ્યૂડ સર્જિકલનું કન્સોલિડેટેડ વેચાણ 51.5 મિલિયન યુરો (હાલના વિનિમય દરોએ વાર્ષિક ધોરણે 5 ટકાની વૃદ્ધિ) રહ્યું હતું જેમાં એબિટા માર્જિન લગભગ 25.4 ટકા હતું (અનઓડિટેડ આંકડા).

ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે મેડિકલ ટેક્નોલોજીના ક્ષેત્રે આ એક સ્વાભાવિક વિસ્તરણ છે. ગુણવત્તામાં ઉત્કૃષ્ટતા, આરએન્ડડીમાં સતત રોકાણો અને ઉત્પાદનમાં કુશળતા માટે અમારી પ્રતિબદ્ધતા ખૂબ જ સ્પેશિયલાઇઝ્ડ મેડટેક પ્રોડક્ટ્સમાં અમારા પ્રવેશનું માર્ગદર્શન કરશે, જે અમારી કામગીરીમાં નવા પરિમાણ ઉમેરશે.

સોદાની મહત્વની શરતો: બ્લોક એક્વિઝિશન માટે નિર્ણાયક કરારો થવાને આધીન રહેલો આ સોદો એમ્પ્લિટ્યૂડ સર્જિકલ કર્મચારી પ્રતિનિધિ સંસ્થાઓને સુપરત કરવામાં આવશે. તે અગાઉની પરંપરાગત શરતોને પણ આધીન રહેશે, જેમાં ફ્રાન્સમાં વિદેશી રોકાણોના નિયંત્રણના ભાગ રૂપે ફ્રાન્સના અર્થતંત્ર પ્રધાન દ્વારા સોદાને અધિકૃત કરવા, ઓલિવિયર જેલાબર્ટ દ્વારા તેમની આવકના એક ભાગનું એમ્પ્લિટ્યૂડ  ગ્રુપમાં પુનઃરોકાણની કામગીરી પૂરી કરવી તેમજ લાયક ઠરતી પ્રતિકૂળ ઘટનાઓની ગેરહાજરીનો સમાવેશ થાય છે.

એમ્પ્લિટ્યૂડ સર્જિકલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઝાયડસની દરખાસ્તનું સ્વાગત કર્યું છે અને 3 સભ્યોની બનેલી એક કામચલાઉ કમિટી ઊભી કરી છે, જેમાંથી બે સ્વતંત્ર ડિરેક્ટર છે અને Autorité des Marchés Financiers (“AMF”) સામાન્ય નિયમનોના આર્ટિકલ 261-1 I (2° અને 4° સહિત)ની જોગવાઈઓ અનુસાર એમ્પ્લિટ્યૂડ સર્જિકલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે Finexsi ની સ્વતંત્ર નિષ્ણાંત તરીકે નિમણૂક કરી છે.

11 માર્ચ, 2025ના રોજ એમ્પ્લિટ્યૂડ સર્જિકલ અને ઝાયડસે ટેન્ડર ઓફર કરાર કર્યો હતો જેના હેઠળ ઝાયડસે ટેન્ડર ઓફર ફાઇલ કરવાની કામગીરી કરી હતી (બ્લોક એક્વિઝિશન પૂર્ણ થવાને આધીન), અને એમ્પ્લિટ્યૂડ સર્જિકલે આ ​​સંદર્ભમાં ઝાયડસને સહકાર આપવાની કામગીરી નિભાવી હતી.

જૂન 2025 સુધીમાં નિયમનકારી મંજૂરીઓ મળ્યા પછી બ્લોક એક્વિઝિશન પૂર્ણ થશે અને ઓફર એએમએફ સમક્ષ ફાઇલ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. ત્યારબાદ ટેન્ડર ઓફર ખોલવાનું કામ એએમએફના મંજૂરી આપવાના નિર્ણયને આધીન રહેશે.

સલાહકારો: બીએનપી પારિબા ઝાયડસના વિશિષ્ટ નાણાંકીય સલાહકાર તરીકે અને Darrois Villey Maillot Brochier કાનૂની સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. Rothschild અને Cie વિશિષ્ટ નાણાંકીય સલાહકાર તરીકે અને Willkie Farr & Gallagher પીએઆઈ પાર્ટનર્સના કાનૂની સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. એમ્પ્લિટ્યૂડ સર્જિકલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા Finexsi ને સ્વતંત્ર નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવી છે.


(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)