ઝાયડસ લાઇફસાયન્સિસે ઇન્ફ્લુએન્ઝા વાયરસ (સધર્ન હેમિસ્ફિયર 2025)ના નવા સ્ટ્રેન સામે સુરક્ષા લોન્ચ કરી
અમદાવાદ, ભારત, 28 ફેબ્રુઆરીઃ અગ્રણી ડિસ્કવરી-બેઝ્ડ ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ 2025 સધર્ન હેમિસ્ફિયરમાં ઉપયોગ માટે ક્વોડ્રિવેલેન્ટ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ વેક્સિનના ડબ્લ્યુએચઓ દ્વારા ભલામણ કરાયેલા કમ્પોઝિશન મુજબ સિઝનનું પહેલું ભારતનું ફ્લુ પ્રોટેક્શન લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીની ક્વોડ્રિવેલેન્ટ ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન VaxiFlu-4 A/Victoria/4897/2022 (H1N1)pdm09 જેવા વાઇરસ, A/Croatia/10136RV/2023 (H3N2) જેવા વાઇરસ, B/Austria/1359417/2021 (B/Victoria lineage) જેવા વાઇરસ, B/Phuket/3073/2013 (B/Yamagata lineage) જેવા વાઇરસ1 સામે સુરક્ષા પૂરી પાડશે. ઇન્ફ્લુએન્ઝા એ અને ઇન્ફ્લુએન્ઝા બી બંનેના સ્ટ્રેનને આવરી લઇને ક્વોડ્રિવેલેન્ટ વેક્સિન, વેક્સિન મિસમેચના જોખમને નોંધપાત્ર ઘટાડે છે તથા વ્યાપક સુરક્ષા પૂરી પાડે છે. આ વેક્સિનને સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી (સીડીએલ) દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે.
VaxiFlu-4 નું માર્કેટિંગ ઝાયડસ વેક્સિકેર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગ્રુપનું આ ડિવિઝન પ્રિવેન્ટિવ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ક્વોડ્રિવેલેન્ટ ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન અમદાવાદમાં વેક્સિન ટેક્નોલોજી સેન્ટર (વીટીસી) ખાતે વિકસાવવામાં આવી છે જે સુરક્ષિત તથા અસરકારક વેક્સિનના સંશોધન, વિકાસ અને ઉત્પાદનમાં પુરવાર થયેલી ક્ષમતાઓ ધરાવે છે.
આ ગતિવિધિ અંગે ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે “પ્રિવેન્ટિવ્સ એ વિકસિત અને વિકસતા દેશો બંને માટે જાહેર આરોગ્યની ચાવી છે અને વેક્સિન જીવનની ગુણવત્તાને વધારવાની સંભાવના ધરાવે છે. ભારતમાં હેલ્થકેરના પડકારોને દૂર કરે તેવી પોસાય તેવા દરની અને ઉચ્ચ ગુણવત્તાવાળી વેક્સિનની પહોંચની તાતી જરૂરિયાત છે. VaxiFlu-4 જેવી વેક્સિન્સ સાથે અમે વાર્ષિક રસીકરણ થકી અને ફ્લુના પ્રકોપને અટકાવીને જાહેર આરોગ્યની ચિંતાઓને દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)