અમદાવાદ, 10 માર્ચ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડને Dasatinib ટેબ્લેટ્સ, 20 mg, 50 mg, 70 mg, 80 mg, 100 mg, and 140 mg. (USRLD: Sprycel® ટેબ્લેટ્સ, 20 mg, 50 mg, 70 mg, 80 mg, 100 mg, and 140 mg)ના ઉત્પાદન માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી આખરી મંજૂરી મળી ગઈ છે.

Dasatinibને ગંભીર તબક્કામાં Philadelphia chromosome-positive (Ph+) chronic myeloid leukaemia (CML) નું તાજેતરમાં નિદાન થયું હોય તેવા પુખ્ત વયના લોકોની સારવાર માટે સૂચવવામાં આવી છે. તેનો ગંભીર, વધેલા અથવા myeloid કે lymphoid blast phase Ph+ CML ધરાવતા અને imatinib સહિત અગાઉની થેરાપીના રેસિસ્ટન્સ કે ઇન્ટોલરન્સ ધરાવતા પુખ્ત વયના લોકોની સારવાર માટે તથા Philadelphia chromosome-positive acute lymphoblastic leukaemia (Ph+ ALL) ઉપરાંત અગાઉની થેરાપી પર રેસિસ્ટન્સ કે ઇન્ટોલરન્સ ધરાવતા પુખ્તોની સારવાર માટે પણ ઉપયોગ થાય છે. Dasatinib ટેબ્લેટ્સનું અમદાવાદ ખાતેની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ (એસઇઝેડ) ખાતે ઉત્પાદન કરવામાં આવશે. Dasatinib ટેબ્લેટ્સનું અમેરિકામાં વાર્ષિક વેચાણ 1,807.7 મિલિયન જેટલું હતું (IQVIA MAT January 2025). ગ્રુપ હવે 415 અપ્રૂવલ્સ ધરાવે છે અને નાણાંકીય વર્ષ 2002-04માં ફાઇલિંગ પ્રોસેસ શરૂ કરી ત્યારથી  483* ANDAs ફાઇલ કર્યા છે. (*31 ડિસેમ્બર, 2024ના રોજ)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)