બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500માં ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં ગુજરાતની 36 કંપની સામેલ
2024માં બર્ગન્ડી પ્રાઈવેટ હૂરૂન ઈન્ડિયામાં 36 કંપની ગુજરાતની, સંખ્યા ગતવર્ષની તુલનાએ પાંચ વધી | ગુજરાતની આ કંપનીઓની કુલ વેલ્યૂ રૂ. 20.2 લાખ કરોડ, જે 2021થી 13 ડિસેમ્બર, 2024 સુધીમાં રૂ. 4.9 લાખ કરોડ (37 ટકા) વધી |
ટોચની ત્રણ કંપનીઓઃ રૂ. 2.8 લાખ કરોડની વેલ્યૂ સાથે અદાણી એન્ટરપ્રાઈઝિસ ગુજરાતની ટોચની કંપની | અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન રૂ. 2.7 લાખ કરોડ સાથે બીજા અને અદાણી પાવર રૂ. 2.1 લાખ કરોડની વેલ્યૂ સાથે ત્રીજા ક્રમે |
અદાણી ગ્રૂપની સાત કંપનીની કુલ વેલ્યૂ રૂ. 11.7 લાખ કરોડ છે, જે ગુજરાત સ્થિત તમામ કંપનીઓની કુલ વેલ્યૂના 58 ટકા | બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500માં 2024માં રૂ. 1.4 લાખ કરોડની કુલ વેલ્યૂ સાથે 10 નવી કંપનીઓ સામેલ થઈ |
ગુજરાતમાં મૂલ્યવાન કંપનીઓમાં એસ્ટ્રલ રૂ. 49730 કરોડ સાથે પ્રથમ, AIA એન્જિ. બીજા (રૂ. 32620 કરોડ) અને જ્યોતિ CNC રૂ. 30260 કરોડ સાથે ત્રીજા ક્રમે | સાત કંપનીઓ સાથે હેલ્થકેર બીજા અને પાંચ કંપનીઓ સાથે એનર્જી સેક્ટર ત્રીજા ક્રમે છે |
ગુજરાત સ્થિત કંપનીઓના કુલ વેચાણો 2021 (રૂ. 1.3 લાખ કરોડ)થી 2024 સુધીમાં 43 ટકા વધ્યા છે. | 2024 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા અનુસાર રૂ. 4.4 લાખ કરોડના વેચાણ નોંધાયા હતા. |
2024 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500ની લિસ્ટમાં સામેલ ગુજરાતે 2.5 લાખ લોકોને રોજગારી આપી. 2021થી 10 ટકા વૃદ્ધિ | 2024 બર્ગન્ડી પ્રાઈવેટ હુરૂમ ઈન્ડિયા 500માં સામેલ ગુજરાતની કંપનીઓની સરેરાશ આયુ 40 વર્ષ |
અમદાવાદ, 18 ફેબ્રુઆરી: એક્સિસ બેન્કનો ખાનગી બેન્કિંગ બિઝનેસ બર્ગન્ડી પ્રાઈવેટ અને હુરુન ઈન્ડિયાએ ભારતની ટોચની 500 મૂલ્યવાન કંપનીઓની ચોથી આવૃત્તિ 2024 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500 રજૂ કરી છે. ઉલ્લેખનીય છે, આ યાદીમાં ભારતમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીઓ સામેલ છે. જેમાં સરકારી અને વિદેશી તથા ભારતીય પેટા કંપનીઓ સામેલ નથી.

‘2024 બર્ગન્ડી પ્રાઇવેટ હુરુન ઇન્ડિયા 500’ યાદીમાં સમાવેશ કરવા માટે, કંપનીઓનું લઘુત્તમ મૂલ્ય 9,580 કરોડ રૂપિયા હોવું આવશ્યક છે, જે 13 ડિસેમ્બર 2024ના રોજ 1.1 અબજ ડોલર જેટલું છે. આ યાદીમાં સામેલ કંપનીઓની સરેરાશ આયુ 43 વર્ષ છે. ‘2024 બર્ગન્ડી પ્રાઇવેટ હુરુન ઇન્ડિયા 500’ કંપનીઓની કુલ વેલ્યૂ રૂ. 3.24 લાખ કરોડ (3.8 લાખ કરોડ યુએસ ડોલર) છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન, બીએસઈ સેન્સેક્સ 27 ટકા, નિફ્ટી 50 30 ટકા અને એસએન્ડપી બીએસઈ 500 38 ટકા વધ્યો હતો.
આ રિપોર્ટ રજૂ કરતાં એક્સિસ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અમિતાભ ચૌધરીએ જણાવ્યું હતું કે, બર્ગન્ડી પ્રાઇવેટ હુરુન રિપોર્ટ માટે પ્રવેશ મર્યાદા આ વર્ષે 43% વધી 9,580 કરોડ રૂપિયા થઈ છે, જેનાથી દરેક કંપનીની વેલ્યૂ લગભગ એક અબજ ડોલર થઈ છે. જે ભારતની વધતી જતી આર્થિક ક્ષમતાનો પુરાવો છે. આ કંપનીઓએ 84 લાખ લોકોને રોજગાર આપ્યો છે. જે રૂ. 2.2 લાખ કરોડનો ટેક્સ અને સીએસઆર હેઠળ રૂ. 10939 કરોડ ફાળવી દેશા આર્થિક માળખાને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે. આ 500 કંપનીઓની કુલ 3.8 લાખ કરોડ ડોલરની વેલ્યૂ ભારતના જીડીપી ઉપરાંત યુએઈ, ઈન્ડોનેશિયા અને સ્પેનના સંયુક્ત જીડીપી કરતાં પણ વધુ છે.
હુરૂન ઈન્ડિયાના ફાઉન્ડર અને ચીફ રિસર્ચર અનસ રહેમાન જુનૈદે આ અંગે જણાવ્યું હતું કે, “2024 બર્ગન્ડી પ્રાઇવેટ હુરુન ઇન્ડિયા 500ની કંપનીઓ ભારતના ખાનગી ક્ષેત્ર માટે ‘કરોડરજ્જુ’ સમાન છે, જે નોંધપાત્ર આર્થિક પ્રભાવ ધરાવે છે. એકંદરે તેની કુલ 3.8 લાખ કરોડ ડોલરની વેલ્યૂ ભારતના વાર્ષિક જીડીપી કરતાં પણ વધુ છે. 84 લાખ લોકોને રોજગારી આપે છે.

ગુજરાતમાં 36 કંપનીઓ 2024 બર્ગન્ડી પ્રાઇવેટ હુરુન ઇન્ડિયા 500માં સ્થાન મેળવ્યું
ગુજરાતમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે, જેની 36 કંપનીએ 2024 બર્ગન્ડી પ્રાઇવેટ હુરુન ઇન્ડિયા 500માં સ્થાન મેળવ્યું છે. ગુજરાતની આ યાદીમાં ગયા વર્ષની તુલનાએ પાંચ નવી કંપનીઓ સામેલ થઈ છે. આ 36 કંપનીની કુલ વેલ્યૂ રૂ. 20.2 લાખ કરોડ છે. જે 2021થી સતત વધી 37 ટકા વૃદ્ધિ દર્શાવે છે. રૂ. 1.4 લાખ કરોડની કુલ વેલ્યૂ ધરાવતી દસ નવી કંપનીઓ પણ આ યાદીમાં સામેલ થઈ છે. જે ગુજરાતના ગતિશીલ બિઝનેસ માહોલને પ્રતિબિંબ કરે છે. એસ્ટ્રલ, એઆઈએ એન્જિનિયરિંગ, જ્યોતિ સીએનસી ઓટોમેશન સાથે ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ સેક્ટર આ યાદીમાં અગ્રણી રહ્યું છે. હેલ્થકેર અને એનર્જી સેક્ટર બીજા અને ત્રીજા ક્રમે રહ્યું છે. ગુજરાતમાં સ્થિત કંપનીઓના કુલ વેચાણ 2021થી 2024 દરમિયાન રૂ. 4.4 લાખ કરોડ સાથે 43 ટકા વધ્યા છે. અને અઢી લાખ લોકોને રોજગારી આપી છે. જેમાં 10 ટકા વૃદ્ધિ જોવા મળી છે. આ યાદીમાં સામેલ કંપનીઓની સરેરાશ આયુ 40 વર્ષ છે. આ કંપનીઓ વારસા અને ઈનોવેશનનું અભૂતપૂર્વ મિશ્રણ રજૂ કરે છે. જે ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતની ભૂમિકાને મજબૂત બનાવે છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)