ડિજિટલ-ફર્સ્ટ ક્રેડિટના ઋણ લેનારા 55% ઓનલાઈન ખરીદી કરે છે, 52% ફૂડ ઓર્ડર કરે છે
અમદાવાદ, 2 જાન્યુઆરી: ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ મનીવ્યૂએ ભારતની નાણાકીય વર્તણૂંક પરના તેના હાલના સર્વેક્ષણમાંથી ઉંડાણપૂર્વકની માહિતી જાહેર કરી છે, જેમાં 700થી વધુ જિલ્લામાં નાણાકીય વર્તણૂંકમાં નિર્ણાયક પરિવર્તન સામે આવ્યું છે. 2025માં ભારતીયોમાં ઋણ લેવા માટે એક નવો વિશ્વાસ જોવા મળ્યો છે, માત્ર આવશ્યક ચીજવસ્તુઓ માટે જ નહીં પરંતુ લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવા, મોબિલિટીમાં રોકાણ કરવા, ઘરમાં સુધારો કરવા, શિક્ષણને આગળ વધારવા માટે ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે.
કોઈમ્બતોર, ઇન્દોર, ભુવનેશ્વર, મૈસુર, જયપુર અને નાગપુર જેવા ભારતના ઉભરતા શહેરોમાં ધિરાણની માગમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે, જે સ્માર્ટફોન-આધારિત સ્વીકૃતિ અને ડિજિટલ નાણાકીય ઉત્પાદનોમાં વધુ વિશ્વાસને દર્શાવે છે. હેલ્થકેર અને ઘરગથ્થુ જરૂરિયાતો ઋણ લેવા માટેના સૌથી મોટા ચાલકબળ રહ્યા છે, ત્યારે પ્રગતિ-આધારિત શ્રેણીઓમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, જે આત્મવિશ્વાસપૂર્ણ અને મહત્વાકાંક્ષી ઋણ લેનારના સેગમેન્ટનો સંકેત આપે છે. ડિજિટલ વપરાશની પેટર્ન પણ મજબૂત બની છે, જેમાં પર્સનલ લોનના વપરાશકર્તા વર્ષ દરમિયાન સક્રિયપણે ઓનલાઈન શોપિંગ, ફૂડ ડિલિવરી અને ફિનટેક એપ્સ પર ખર્ચ કરે છે.
કોઈમ્બતોર, ઇન્દોર, ભુવનેશ્વર, મૈસુર, જયપુર અને નાગપુર જેવા શહેરોમાં માગમાં સૌથી મોટો વધારો થયો છે, જે દર્શાવે છે કે નોન-મેટ્રો બજારો મેટ્રો-સ્તરની ધિરાણ પરિપક્વતા દર્શાવી રહ્યા છે. નિર્ણય લેવાની રીતો પણ લિંગ પ્રમાણે બદલાય છે: ઋણ લેનારી મહિલાઓ (27%) માટે પરિવાર નિર્ણાયક ભૂમિકામાં યથાવત્ રહ્યો છે, જ્યારે પુરુષો (21%) ઋણ લેતાં પહેલા મિત્રો, સહકાર્યકરો કે નાણાકીય સલાહકારો પાસેથી માહિતી લેવાનું વધુ વલણ ધરાવતા હતા.
ડિજિટલ-ફર્સ્ટ પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે, કેમ કે 55% પર્સનલ લોન યુઝર્સ ઓનલાઈન શોપિંગ પાછળ ખર્ચ કરે છે, 52% ફૂડ ઓર્ડર પર અને 40% મોબાઇલ બેંકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, જ્યારે ઋણ લેનારા જૂથોમાં AI-આધારિત મુસાફરી અને મોબાઇલ-ફર્સ્ટ નાણાકીય વર્તણૂંક સામાન્ય બની ગયા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
