ભાવેશ ઉપાધ્યાયના 7 પુસ્તકોનું અમદાવાદ પુસ્તકમેળામાં પ્રદર્શન
ભાવેશ ઉપાધ્યાયના સાત પુસ્તકોનું , આર આર શેઠ પબ્લિકેશન દ્વારા, સુશીલાબેન રતિલાલ હોલ , સ્વસ્તિક ચાર રસ્તા ખાતે આયોજીત પુસ્તકમેળામાં પ્રદર્શન રાખવામાં આવેલ છે. આ પ્રદર્શન 14 થી 26 ઓગસ્ટ સુધી રાખવામા આવેલું છે ભાવેશ ઉપાધ્યાય જાણીતા મેનેજમેન્ટ અને એચ આર એકસપર્ટ છે. અત્યાર સુધીમાં આર આર શેઠ પબ્લિકેશન દ્વારા ભાવેશ ઉપાધ્યાયના સાત પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમના પુસ્તકોને સ્ટુડન્ટ્સ, કર્મચારીઓ, સ્ટાર્ટ-અપ્સ અને નાની મોટી કંપનીના પ્રમોટર્સનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. તેમના પુસ્તકો મેનેજમેન્ટ મંત્રો, લીડરશીપ મંત્રો , કોર્પોરેટ સકસેસ , બિઝનેસ મંત્ર અને શ્રેષ્ટ મંત્રો વગેરે યુવાનોમાં ખાસા લોકપ્રિય રહ્યા છે. ભાવેશ ઉપાધ્યાય ના પુસ્તકો અંગ્રેજી એન્ડ ગુજરાતી એન બન્ને ભાષામાં ઉપલબ્ધ છે . તેમના મોટાભાગના પુસ્તકોની ત્રીજી અને ચોથી એડિશન પ્રકાશિત થઇ રહી છે.
આર આર શેઠ પબ્લિકેશન ગુજરાતનું વર્ષો જૂનું અને જાણીતું પબ્લિકેશન છે અને તેમના યંગ પ્રમોટર્સ નિત્ય નવા પુસ્તકો બઝારમાં લાવવા હંમેશા કાર્યરત રહ્યા છે. ભાવેશ ઉપાધ્યાય , એક વરિષ્ટ બિઝનેસ અને એચ આર ના કન્સલ્ટન્ટ છે અને હાલમાં ઘણી કંપનીઓ ના બોર્ડ મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે