અનુપમ રસાયણે US મલ્ટીનેશનલ સાથે રૂ. 380 કરોડના LOE ઉપર હસ્તાક્ષર કર્યાં
સુરત, 25 એપ્રિલ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ પાંચ વર્ષ માટે ન્યુ એજ સ્પેશિયાલિટી કેમિકલ એડવાન્સ ઇન્ટરમિડિએટ સપ્લાય કરવા અગ્રણી અમેરિકન મલ્ટીનેશનલ કંપની સાથે 46 મિલિયન ડોલર (રૂ. 380 કરોડ)ની આવકના લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીની આગામી મલ્ટીપર્પઝ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓમાં કરાશે.
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઇએ જણાવ્યું કે, અમે એક્સક્લુઝિવ ધોરણે વિશિષ્ટ ફ્લોરિનેટેડ મોલેક્યુલ સપ્લાય કરવા માટે લાંબાગાળાના એલઓઆઇ ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ મોલેક્યુલ એક આધુનિક ઇન્ટરમિડિએટ છે, જેનો ઉપયોગ હાઇ-એન્ડ એન્જિનિયરિંગ ફ્લ્યુઇડ્સના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ બિલ્ડિંગ બ્લોક તરીકે તેમજ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિયન્ટ તરીકે થાય છે. આ પ્રોડક્ટ ડેવલપમેન્ટ જટિલ ફ્લોરિનેટેડ પ્રોડક્ટ્સ વિકસાવવા અને તેના ઉત્પાદનમાં અમારી અમારી કુશળતા દર્શાવે છે.”
“યુએસમાં અમારી ભૌગોલિક ઉપસ્થિતિને વિસ્તારવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. આ એલઓઆઇ સાથે આગામી વર્ષોમાં યુએસમાંથી અમારા આવકના હિસ્સામાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. વધુમાં, તે અમારી ટેક્નિકલ ક્ષમતાઓમાં તથા મજબૂત સપ્લાય ચેઇન મિકેનિઝમને અમલમાં મૂકવાની અમારી સક્ષમતામાં એમએનસી દ્વારા દર્શાવાયેલા વિશ્વાસને પ્રદર્શિત કરે છે. આ પ્રોડક્ટનું પહેલીવાર ભારતમાં ઉત્પાદન થઇ રહ્યું છે.