વીરહેલ્થ કેર વિસ્તરણ પ્રોજેક્ટના ફંડિંગ માટે રાઈટ ઈશ્યૂ લાવશે, શેરદીઠ 2 શેર ઓફર કરશે
મુંબઈ, 23 ફેબ્રુઆરીઃ બ્રાન્ડ આયુવીર હેઠળ આયુર્વેદિક, હર્બલ અને કોસ્મેટિક હેલ્થકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની અગ્રણી પ્રવાઇડર વીરહેલ્થ કેર લિમિટેડે રૂ. 33 કરોડના સૂચિત રોકાણ સાથે તેની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાની જાહેરાત કરી છે. આ રોકાણમાં જમીન હસ્તાંતરણ, બિલ્ડિંગના નિર્માણ, પ્લાન્ટ તથા મશીનરી ખરીદવા તથા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સહિત વિવિધ બાબતોનો સમાવેશ થાય છે.
આ વિસ્તરણ કરવા માટે વીરહેલ્થ કેર બેન્ક ઋણ દ્વારા રૂ. 8 કરોડ એકત્રિત કરશે. આ ઉપરાંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાંકીય સંસાધનોને વધુ વેગ આપવા માટે નવા ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવાની વ્યૂહાત્મક પહેલને મંજૂરી આપી દીધી છે.
વીરહેલ્થ કેર શેરદીઠ રૂ. 15ના પ્રિમિયમ સહિત પ્રત્યેક રૂ. 25ના શેર પર 99,99,238 નવા ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે. આ રાઇટ ઇશ્યૂ 1:2ના રેશિયોમાં ઓફર કરવામાં આવશે એટલે કે કંપનીના પ્રમોટર્સ સહિત હાલના શેરધારકો પાસે રહેલા દર બે શેર્સ માટે એક ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે.
આ વ્યૂહાત્મક પહેલ માત્ર વીરહેલ્થ કેર લિમિટેડની નાણાંકીય સ્થિતિને મજબૂત બનાવતી નથી પરંતુ અમારા શેરધારકો માટે મહત્તમ મૂલ્ય વધારવાની અમારી પ્રતિબદ્ધતાને પણ વ્યક્ત કરે છે. આ વિસ્તરણ પ્રોજેક્ટ હેલ્થકેર સેવાઓમાં શ્રેષ્ઠતા તરફની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
કામગીરી અંગે વીરહેલ્થ કેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવિન શાહે જણાવ્યું હતું કે, “અમે વીરહેલ્થ કેર લિમિટેડના વિસ્તરણ પ્રોજેક્ટની જાહેરાત કરતાં રોમાંચિત છીએ, જે અમારી વૃદ્ધિ અને પ્રગતિની સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ નિર્ણય અમારી ક્ષમતાઓને વધારવા અને અમારા ગ્રાહકોને વધુ સારા હેલ્થકેર સોલ્યુશન્સ ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જમીન સંપાદન કરીને, નવી સુવિધાઓનું નિર્માણ કરીને અને અત્યાધુનિક ટેક્નોલોજીમાં રોકાણ કરીને, અમે હેલ્થકેર ઉદ્યોગમાં અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવવા અને અમારા સમુદાયની જરૂરિયાતોને સંતોષવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ વિસ્તરણથી માત્ર અમારી કંપનીને જ ફાયદો થશે નહીં પરંતુ હેલ્થકેર ઇકોસિસ્ટમમાં પણ સકારાત્મક યોગદાન મળશે.”