ચેન્નાઈ, 2નવેમ્બર, 2024: MAHINDRA એ તેની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી BE 6e અને XEV 9eના લોન્ચ સાથે ઇલેક્ટ્રિક મોબિલિટીના નિયમો નવેસરથી લખ્યા છે. તે ક્રાંતિકારી ઇલેક્ટ્રિક ઓરિજિન આર્કિટેક્ચર INGLO પર બનેલી છે અને વિશ્વમાં સૌથી ઝડપી ઓટોમોટિવ માઇન્ડ MAIA દ્વારા સંચાલિત છે. આ વ્હીકલ્સ મહિન્દ્રાના “Unlimit India”ના વિઝનને સમાવે છે, એક એવો યુગ જ્યાં ભારતીય ઇનોવેશન અને ડિઝાઇન ન કેવળ ગ્લોબલ બેન્ચમાર્કને પડકારે છે પરંતુ નવા બેન્ચમાર્ક્સ બનાવે છે. BE 6e અને XEV 9eની પ્રારંભિક કિંમતો આજે ગ્લોબલ પ્રીમિયરમાં જાહેર કરવામાં આવી હતી. મહિન્દ્રાએ રૂ. 18.90 લાખથી શરૂ થતી BE 6e અને રૂ. 21.90 લાખથી શરૂ થતી XEV 9e લોન્ચ કરી

*પ્રારંભિક કિંમત. કિંમતમાં ચાર્જર અને ઇન્સ્ટોલેશન કોસ્ટનો સમાવેશ કરાયો નથી. 7.3 kWh અને 11.2 kWh ચાર્જર વિકલ્પો ચાર્જેબલ આધાર પર ઉપલબ્ધ કરાવાશે

નાણાંકીય વર્ષ 2022-2027ના સમયગાળામાં રૂ. 16,000 કરોડ રોકાણ પૈકી રૂ. 4,500 કરોડ ફાળવાયેલું રોકાણ છે (અગાઉ જાહેર કર્યા મુજબ) જેમાં પાવરટ્રેન ડેવલપમેન્ટ, બે પ્રોડક્ટ ટોપ હેટ્સનો સમાવેશ થાય છે જેમાં સોફ્ટવેર અને ટેક તથા ઉત્પાદન ક્ષમતા સમાવિષ્ટ છે.ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી માટે મહિન્દ્રાની ગો-ટુ-માર્કેટ સ્ટ્રેટેજી જાન્યુઆરી 2025ના અંત ભાગમાં તબક્કાવાર જાહેર કરાશે. ડિલિવરી ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચ 2025ના પ્રારંભમાં શરૂ થવાની ધારણા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)