SEMCO MUTUAL FUND એ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 4 ડિસેમ્બર, 2024 – SEMCO એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે મલ્ટી એસેટ એલોકેશન ફંડ (એમએએએફ)ની ન્યૂ ફંડ ઓફર (એનએફઓ)ની આજે જાહેરાત કરી હતી જે 4 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને 18 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. ઇક્વિટીઝ, ગોલ્ડ અને ડેટ/આર્બિટ્રેજ વચ્ચેની ફાળવણીને વ્યૂહાત્મકપણે શિફ્ટ કરે છે જેથી વળતરને સુવ્યવસ્થિત અને જોખમોને ખાળી શકાય. આ સ્કીમ રૂ. 5,000ની લઘુતમ એપ્લિકેશન રકમ ધરાવે છે. પ્રોપરાઇટરી R.O.T.A.T.E. વ્યૂહરચના દ્વારા સંચાલિત આ ફંડ ઇક્વિટીઝ જ્યારે તેજીના માર્કેટમાં હોય ત્યારે ઇક્વિટી મોડ, ઇક્વિટીઝ પાછી પડતી હોય પણ ગોલ્ડ આઉટપર્ફોર્મ કરતું હોય ત્યારે ગોલ્ડ મોડ અને ઇક્વિટીઝ તથા ગોલ્ડ બંને ઘટી રહ્યા હોય ત્યારે ડેટ/આર્બિટ્રેજ મોડમાં રોટેટ થવાની ક્ષમતા ધરાવે છે અને આ રીતે સ્થિર વળતર આપવા અને રોકાણકારોની સંપત્તિનું રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે.
એસેટ એલોકેશનમાં અદ્વિતીય ફ્લેક્સિબિલિટી પૂરી પાડીને આ ફંડ ઇક્વિટીઝમાં 20-80 ટકા, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 10-70 ટકા અને ગોલ્ડ તથા સિલ્વર ઇટીએફમાં 10-70 ટકા ફાળવવાની ક્ષમતા સાથે વિવિધ કેટેગરીઝમાં રોકાણ માટે સાચા અર્થમાં ડાયનેમિક અભિગમ પૂરો પાડે છે. તે કોમોડિટી ડેરિવેટિવ્સમાં 30 ટકા સુધી અને REITs તથા InvITsમાં 10 ટકા સુધીનું રોકાણ કરી શકે છે. પરંપરાગત ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ ગોલ્ડ અને અન્ય કોમોડિટીઝમાં 10થી 20 ટકા જેટલું ઇન્ડસ્ટ્રી સ્ટેટિક એક્સપોઝર જાળવી રાખતા હોય છે ત્યારે સેમ્કો મલ્ટી એસેટ એલોકેશન ફંડ મજબૂત તેજીના ગાળા દરમિયાન સોનામાં 70 ટકા સુધીનું નોંધપાત્ર રોકાણ કરી શકે છે.
આ ફંડ 65 ટકા નિફ્ટી 50 ટીઆરઆઈ, 20 ટકા ક્રિસિલ શોર્ટ ટર્મ બોન્ડ ફંડ ઇન્ડેક્સ, 10 ટકા સોનાના સ્થાનિક ભાવ અને 5 ટકા ચાંદીના સ્થાનિક ભાવ ધરાવતા બેન્ચમાર્ક ઇન્ડેક્સને ટ્રેક કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)