મુંબઈ, 04 ડિસેમ્બર, 2024 –  કોટક એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે 2025 માટેનો તેનો માર્કેટ આઉટલૂક રિપોર્ટ રજૂ કર્યો હતો. કોટક મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કરેલો આ રિપોર્ટ આગામી વર્ષ માટે રોકાણકારો જે મુદ્દા ધ્યાનમાં રાખી શકે છે તે અંગે વિવિધ રોકાણ થીમ પર પ્રકાશ પાડે છે અને ભારતીય અર્થતંત્ર તથા મૂડી બજારો માટેની દિશા અંગે મેક્રો-ઇકોનોમિક પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે.

હાલની બજારની સ્થિતિ જોતાં ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ્સ ઝડપથી આકર્ષક બની રહ્યા છે. પોર્ટફોલિયોનો કેટલોક ભાગ ફિક્સ્ડ ઇન્કમમાં ફાળવવાથી જોખમ ઘટાડી શકાય છે અને પોર્ટફોલિયોમાં સ્થિરતા પૂરી પાડવામાં મદદ મળી શકે છે. વ્યાજ દરો માળખાકીય ઘટાડા પરંતુ અપેક્ષિત અસ્થિરતા પર છે ત્યારે 12થી 18 મહિનાના ગાળા જેવા લાંબા ગાળાના સાધનો પર ધ્યાન આપવાથી રોકાણકારોને ભવિષ્યના સંભવિત રેટ કટનો લાભ મળી શકે છે. રિપોર્ટ મુજબ આરબીઆઈ અત્યારથી માંડીને ડિસેમ્બર 2025 સુધીમાં વ્યાજ દરોમાં 50-75 બેસિસ પોઇન્ટ્સનો કાપ મૂકી શકે છે.

નાણાંકીય વર્ષ 2026 માટે કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત ખાધ 7 ટકાની નજીક હોઈ શકે છે જેનાથી નાણાંકીય વર્ષ 2026માં ભારતનું રેટિંગ અપગ્રેડ થઈ શકે છે. સાનૂકૂળ મેક્રોઇકોનોમિક સ્થિતિઓ, સંભવિત રેટિંગ અપગ્રેડ, સંતુલિત માંગ-પુરવઠાની સ્થિતિ તથા વ્યાજ દરોમાં કાપ 10 વર્ષની સરકારી જામીનગીરીઓની ઉપજને નીચી રાખી શકે છે જે 6.25 ટકાથી 6.50 ટકાની રેન્જમાં ટ્રેડ થઈ શકે છે. આના પગલે હાલની બજાર સ્થિતિમાં ટકાઉ વળતર ઇચ્છતા લોકો માટે ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ એક આકર્ષક તક બની શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)