અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ આઈનોક્સ સોલર લિમિટેડે આજે ગુજરાત રાજ્યના અમદાવાદના બાવળામાં પોતાની અત્યાધુનિક સોલર મોડ્યૂલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે 3 ગીગાવોટ પ્લાન્ટના પ્રથમ તબક્કાની 1.2 ગીગાવોટની ક્ષમતાની ઉત્પાદન કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે.

અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ સંપૂર્ણ-ઓટોમેટેડ પ્લાન્ટ એમ10, જી12આર, અને જી12 સોલર સેલ્સનો ઉપયોગ કરીને સૌથી અત્યાધુનિક એન-ટાઈપ TOPCon(ટીઓપીસીઓએન) સોલર મોડ્યુલનું ઉત્પાદન કરે છે. તે વૈશ્વિકસ્તરે માન્યતા પ્રાપ્ત મોડ્યુલ ટેકનોલોજી સોલર મેન્યુફેચરિંગમાં સૌથી વિશાળ છે,જે ઉચ્ચ કાર્યક્ષમતા, લોઅર ડિગ્રેડેશન, અને સર્વશ્રેષ્ઠ વિશ્વસનીયતા પ્રદાન કરે છે, આ રીતે તે આધુનિક સોલર ઈન્સ્ટોલેશન્સ માટે બેન્ચમાર્ક બનાવે છે. આ બાય-ફેશિયલ મોડ્યુલ ડ્યુઅલ-સાઈડેડ પાવર જનરેશન કરવા સક્ષમ છે, જેથી કેપેસિટી યુટીલાઈઝેશન ફેક્ટર (CUF) અને સમગ્ર ઉત્પાદકતામાં વધારો થાય છે.

બાવળા સુવિધા બીજા તબક્કાના વિસ્તરણના ભાગરૂપે 3 ગીગાવોટ સુધી મોડ્યુલની ઉત્પાદન ક્ષમતા વધારવા સંપૂર્ણપણે સજ્જ છે. આઈનોક્સ સોલર ઓડિસાના ઢેંકનાલમાં ઈન્ટીગ્રેટેડ 4.9 ગીગાવોટના સોલર સેલ-પ્લસ મોડ્યુઅલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પણ સ્થાપના કરી રહી છે. આ અત્યંત મહત્વનો પ્રોજેક્ટ ભારતની ઘરેલુ સોલર મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને મજબૂત કરશે, તે ઉપરાંત આયાત પરની નિર્ભરતાને પણ ઓછી કરશે, તથા દેશને વૈશ્વિક રિન્યુએબલ એનર્જી સપ્લાઈ ચેઈનમાં અગ્રેસર સ્થિતિમાં લાવશે.