વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ટ્રુ-ટુ-લેબલ હાઈબ્રિડ મલ્ટી એસેટ એલોકેશન ફંડ રજૂ કર્યું
અમદાવાદ, 15 નવેમ્બર: પેન્ટોમેથ ફાયનાન્શિયલ સર્વિસિસ ગ્રુપ અંતર્ગત ભારતની સૌથી ઝડપભેર વિકાસ પામી રહેલી એએમસી પૈકીની એક ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ‘ધ વેલ્થ કંપની મલ્ટી એસેટ એલોકેશન ફંડ’ લોંચ કરી રહી છે. આ ટ્રુ-ટુ-લેબલ હાઈબ્રિડ કોમોડિટી-એન્કર્ડ મલ્ટી-એસેટ ફંડ ઈક્વિટી, ડેટ અને કોમોડિટીઝમાં સંતુલન બનાવશે. આ રીતે માર્કેટ સાઈકલ્સમાં સાનુકૂળ રીતે અને સારી રીતે વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવીને રોકાણકારોને લાંબા ગાળા માટે સંપત્તિ સર્જન કરવામાં મદદરૂપ બને છે. આ ન્યુ ફંડ ઓફર (એનએફઓ) 19મી નવેમ્બર,2026ના રોજ ખુલશે અને 3 ડિસેમ્બર 2025ના રોજ બંધ થશે.

આ ફંડ એક સક્રિયપણે એલોકેશન ફ્રેમવર્કનું પાલન કરે છે, જેમાં વૈવિધ્યસભર અને ઈન્ફ્લેશન હેજીંગ માટે સોના તથા ચાંદી જેવી ધાતુઓ સંભવિત સ્થિરતા માટે ચોક્કસ આવક અને લાંબા ગાળાના સંપત્તિ સર્જન માટે ઈક્વિટીને સામેલ કરવામાં આવે છે. દરેક એસેટ ક્લાસ વૃદ્ધિ, સંભવિત સ્થિરતા અને રિસ્ક એડજસ્ટેડ રિટર્નનું સર્જન કરવામાં એક ખાસ ભૂમિકા ભજવવાનો પ્રયત્ન કરે છે.
આ ફંડને તેના હાઈબ્રિડ-જેવા સ્ટ્રક્ચરથી અલગ બનાવે છે, જે સાનુકૂળ ટેક્સ ફ્રેમવર્કથી લાભ મેળવી વિવિધ એસેટ ક્લાસને ડાયનામિક રીતે આગળ વધારવા માટે વ્યાપક પ્રમાણમાં સાનુકૂળતા પ્રદાન કરે છે. વેલ્થ કંપની મલ્ટી એસેટ એલોકેશન ફંડનો લક્ષ્યાંક આવક વેરા ધારા અંતર્ગત હાઈબ્રિડ ટેક્સેશનની જરૂરિયાતને અનુરૂપ પોતાની એસેટ્સના ઉત્તમ મિશ્રણને જાળવી રાખવાનો છે.

કોમોડિટીમાં 50 ટકા સુધીના રોકાણ ફાળવણી કરવાની ક્ષમતા સાથે તે ફંડ મેનેજર્સને બદલાઈ રહેલ મેક્રો અને બજાર સ્થિતિઓના આધાર પર પોતાની સ્થિતિને એડજસ્ટ કરવા માટે વધારે સ્વતંત્રતા પ્રદાન કરે છે. તેને લીધે એ બાબત સુનિશ્ચિત થઈ શકે છે કે પોર્ટફોલિયો વૈકલ્પિક એસેટને રેસિડ્યુઅલ હોલ્ડર કરતા નથી પણ એક સક્રિય, દુરદર્શિ એલોકેટર છે કે જે વિવિધ ચક્રિય સ્થિતિમાં યોગ્ય તકો હાંસલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવે છે અને તેનો લક્ષ્યાંક સમય સાથે વધારે સાનુકૂળ, રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન પ્રદાન કરવાનો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
