અમદાવાદ, 20 નવેમ્બર: JIOએ તેના મહત્વપૂર્ણ અને આકર્ષક એવા જિયો જેમિનિ પ્લાનને લઈ આજે નોંધપાત્ર જાહેરાત કરી છે, જેમાં ગૂગલ જેમિનિ-3ને જિયો જેમિનિ પ્રો-પ્લાનમાં સમાવી તેને તમામ અનલિમિટેડ 5G ગ્રાહકો માટે 18 મહિના માટે મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સુધારા-અપગ્રેડમાં મુખ્ય બે મુખ્ય ફેરફારો

1. ફક્ત યુવા વર્ગ માટેની આ ઓફર હવે તમામ અનલિમિટેડ 5G યુઝર બેઝ માટે ઉપલબ્ધ બનશે અને

2. ગૂગલના નવા જેમિની 3 મોડેલનો સમાવેશ

આ વિસ્તરણ સાથે, યોગ્યતા ધરાવતા તમામ જિયો અનલિમિટેડ 5G વપરાશકર્તાઓ ₹35,100ની કિંમતના જેમિનિ પ્રો પ્લાનનો વિનામુલ્યે 18 મહિના આનંદ માણી શકશે. જે દરેક ભારતીયને અદ્યતન AI ઉપયોગને સર્વવ્યાપી બનાવવાની જિયોની પ્રતિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવે છે.

મુખ્ય ધ્યાનાકર્ષક મુદ્દાઓ :

  • જિયો અનલિમિટેડ 5G વપરાશકર્તાઓ માટે ₹35,100ની કિંમતનો જેમિની પ્રો પ્લાન 18 મહિના માટે મફત
  • ગૂગલના નવા જેમિની 3 મોડેલમાં પણ અપગ્રેડેશન
  • MY JIO પર “CLAIM NOW” મારફતે તુરંત એક્ટિવેશન
  • 19 નવેમ્બર,2025થી ઓફર ઉપલબ્ધ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)