HDFC બેંકે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ્સ માટે પાઇલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો
અમદાવાદ: HDFC બેંકે આરબીઆઈના નિયામકીય સેન્ડબૉક્સ પ્રોગ્રામ હેઠળ વેપારીઓ અને ગ્રાહકો માટે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ્સનું પરીક્ષણ કરવા માટે ક્રન્ચફિશ સાથેની સહભાગીદારીમાં ‘ઑફલાઇન પે’ નામનો એક પાઇલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. HDFC બેંકના ‘ઑફલાઇન પે’ની મદદથી ગ્રાહકો અને વેપારીઓ મોબાઇલ નેટવર્ક ન હોય તો પણ ચૂકવણી કરી શકશે અને મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, HDFC બેંક સંપૂર્ણપણે ઑફલાઇન મૉડમાં ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લૉન્ચ કરનારી ઇન્ડસ્ટ્રીની પ્રથમ બેંક છે. તેનાથી જ્યાં નેટવર્કની કનેક્ટિવિટી ખરાબ હોય છે, તેવા નાના નગરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટ્સનું સ્વીકરણ વધશે. એટલું જ નહીં તેનાથી શહેરી વિસ્તારોમાં નેટવર્ક જામ થઈ જાય તેવા મોટા જાહેર કાર્યક્રમો, મેળાઓ અને પ્રદર્શનો દરમિયાન; નેટવર્ક બ્લાઇન્ડ સ્પોટ ધરાવતા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનો, પાર્કિંગ લૉટ્સ અને રીટેઇલ સ્ટોર્સ ખાતે તથા નેટવર્ક નહીં ધરાવતા એરપ્લેન, સી-ફેરીઝ અને ટ્રેનોમાં કૅશલૅસ ચૂકવણીઓ સરળતાથી થઈ શકશે.
ડિજિટલ પેમેન્ટમાં બેમાંથી એક પાર્ટી (કાં તો ગ્રાહક અથવા તો વેપારી) ઓનલાઇન હોવી જરૂરી છે. તેના કારણે આ પ્રકારની ચૂકવણીઓનો ઉપયોગ સારી ડેટા કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારો પૂરતો મર્યાદિત થઈ જાય છે. HDFC બેંકની ‘ઑફલાઇન પે’ એક વિશિષ્ટ પ્રકારની ક્ષમતા પૂરી પાડે છે, જેમાં ગ્રાહક અને વેપારી બંને સંપૂર્ણપણે ઑફલાઇન રહીને ટ્રાન્ઝેક્શન કરી શકે છે. વેપારીઓ ઑફલાઇન મૉડમાં હોવા છતાં તરત જ ચૂકવણી થઈ ગયાંની પુષ્ટી મેળવી શકે છે. વેપારી કે ગ્રાહક ઑનલાઇન થવાની સાથે જ ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ થઈ જાય છે. તેમ HDFC બેંકના પેમેન્ટ્સ બિઝનેસ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેંકિંગ અને માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવે જણાવ્યું હતું