નવી દિલ્હીઃ 7 જાન્યુઆરીઃ ગ્લોબલ વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલે ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં બોલ્ડ ફાઉન્ડર્સને ટેકો આપવા માટે સમર્પિત 650 મિલિયન ડોલરનું અર્લી-સ્ટેજ ફંડ એકત્રિત કર્યું છે. એક્સેલ પોતાના ક્ષેત્રે આગળ વધવા માટે સ્થાપકોને મેન્ટરશિપ, નેટવર્ક્સ અને સપોર્ટ પૂરો પાડવા માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ અને 40 કરતા વધુ વર્ષોના અનુભવનો લાભ લે છે.

આ ફંડ સાથે એક્સેલ એઆઈ, કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ, ફિનટેક અને મેન્યુફેક્ચરિંગમાં સ્થાપકો સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખશે. કંપનીએ નીચે મુજબની થીમમાં ફોક્સ ધરાવતી સબ-કેટેગરીઝ નક્કી કરી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સઃ એન્ટરપ્રાઇઝ એઆઈ (એગ્નેટિક ટેક્નોલોજીસ, એલએલએમ અને એસએલએમનો ઉપયોગ કરી એન્ટરપ્રાઇઝ એઆઈ યુઝ કેસીસને સક્ષમ કરતા પ્લેટફોર્મ્સ), સર્વિસીઝ એઝ સોફ્ટવેર (વધુ સારી ઓટોમેશન ઓફરિંગ્સ પૂરી પાડવા માટે ભારતની વિશાળા આઈટી સર્વિસ ક્ષમતાઓનો લાભ લેતા એઆઈ સ્ટાર્ટઅપ્સ), વર્ટિકલ એઆઈ (વર્ટિકલ સ્પેસિફિક યુઝ કેસીસમાં એઆઈને ઇન્ટિગ્રેટ કરવા માટે ભારતની વિશાળ એઆઈ પ્રતિભાઓનો લાભ લેતા સ્ટાર્ટઅપ્સ).

કન્ઝ્યુમરઃ ભારત (ભારતના ટિયર-2 ઉપરાંતના પ્રદેશોમાં ટોચના 30 ટકા ઘરોને સેવાઓ પૂરી પાડતા સ્ટાર્ટઅપ્સ), ઈન્ડિયા નેટિવ (વધુ સારી સર્વિસ માટ ભારતીય ગ્રાહકોની વધતી માંગને સંતોષતા સ્ટાર્ટઅપ્સ) અને એસ્પિરેશનલ બ્રાન્ડ્સ (ભારતની કન્ઝમ્પશન-ફર્સટ જેન ઝી વસ્તીના વધતા વિવેકાધીન ખર્ચનો લાભ લેવાનું લક્ષ્ય રાખતા સ્ટાર્ટઅપ્સ).

ફિનટેકઃ વેલ્થ મેનેજમેન્ટ (ડિજિટલ ચેનલ્સ થકી પર્સનલાઇઝ્ડ વેલ્થ એડવાઇઝરી સર્વિસીઝ ઇચ્છતા સક્ષમત ગ્રાહકોને સેવાઓ આપતા સ્ટાર્ટઅપ્સ), ફિનટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (બેંકો અને ફિનટેકને સાથે લાવીને ગ્રાહકો તથા વ્યવસાયો માટે શ્રેષ્ઠ ડિજિટલ અનુભવો સક્ષમ કરતા સ્ટાર્ટઅપ્સ) અને ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન (ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઇને ફાઇનાન્શિયલ પ્રોડક્ટસના વિતરણને વેગ આપતા સ્ટાર્ટઅપ્સ).

મેન્યુફેક્ચરિંગઃ ઈન્ડિયા ટુ ગ્લોબલ (ડાયવર્સિફાઇડ સપ્લાય ચેઇન માટેની વૈશ્વિક માંગને સંતોષતા સ્ટાર્ટઅપ્સ), ઈન્ડિયા નેટિવ (ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદન અને આઈપી કેન્દ્રિત, વેલ્યુ-એડેડ મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્ટાર્ટઅપ્સ) અને ઇન્ડસ્ટ્રી 5.0 (આગામી પેઢીની ડિજિટલ ટેક્નોલોજીઓ જે દરેક ફેક્ટરી ફ્લોરમાં પરિવર્તન લાવે છે જેનાથી વધુ કાર્યક્ષમ કામગીરી, ઉચ્ચ ગુણવત્તાવાળું આઉટપુટ અને ટકાઉપણું મળે છે).

ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં 16 વર્ષથી વધુની કામગીરી સાથે એક્સેલે એવી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે જેણે ઈ-કોમર્સ અને SaaSથી મેન્યુફેક્ચરિંગ સુધીના ઉદ્યોગોની પુનઃકલ્પના કરી છે. એક્સેલે Amagi, Acko, BlackBuck, BlueStone, BrowserStack, Cult.fit, Flipkart, Freshworks, Swiggy, Urban Company અને Zetwerk જેવા ક્ષેત્રોની કંપનીઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. એક્સેલ તેની 80 ટકા પોર્ટફોલિયો કંપનીઓમાં પ્રથમ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર છે.

એક્સેલના પાર્ટનર શેખર કિરાણીના જણાવ્યા અનુસાર ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વધુને વધુ દેશની આર્થિક પ્રગતિ પાછળનું પ્રેરક બળ બની રહી છે,જેમાં વીસીસમર્થિત કંપનીઓ પબ્લિક માર્કેટ કેપિટલાઇઝેશનમાં 50 બિલિયન ડોલરના આંકને વટાવી ગઈ છે.

તાજેતરના વર્ષોમાં એક્સેલેફાઉન્ડરની યાત્રાને શક્ય તેટલી ઘર્ષણ રહિત બનાવવા અને ઇકોસિસ્ટમના વિકાસને વેગ આપવા માટે કેટલીક મુખ્ય પહેલ શરૂ કરી છે. ફર્મનું ઓપન-સોર્સ કન્ટેન્ટ અને કમ્યૂનિટી પ્લેટફોર્મSeedToScale સફળ સ્થાપકો,ઓપરેટરો અને ઉદ્યોગના આગેવાનો પાસેથી કાર્યક્ષમ આંતરદ્રષ્ટિ સાથે કંપની-નિર્માણ જ્ઞાનને સુલભ બનાવે છે. એક્સેલના પ્રારંભિક તબક્કાના સ્કેલિંગ પ્રોગ્રામ,એક્સેલ એટોમ્સેહવે તેની ચોથી પુનરાવૃત્તિમાંઅત્યાર સુધીમાં 36 સ્ટાર્ટઅપ્સને સમર્થન આપ્યું છે જેણે સામૂહિક રીતે 200 મિલિયન ડોલરથી વધુ એકત્ર કર્યા છે. માત્ર છેલ્લા બે વર્ષમાં જ એક્સેલે ભારતમાં 27થી વધુ એઆઈસ્ટાર્ટઅપ્સમાં અથવા ભારતીય મૂળના સ્થાપકો દ્વારા રોકાણ કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)