અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોએ ઉડ્ડયન MRO ક્ષેત્રે 100% હિસ્સો હસ્તગત કરવા સહયોગ કર્યો
અમદાવાદ, 12 ઑગસ્ટ: અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. તેના સાહસ હોરાઇઝન એરો સોલ્યુશન્સ લિ.એ પ્રાઇમ એરો સર્વિસીસ એલએલપીની ભાગીદારીમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં મેન્ટેનન્સ,રીપેર અને ઓવરહોલ (MRO) ક્ષેત્રમાં સેવા આપતી તેના ડિરેક્ટર પ્રજય પટેલની માલિકીની અગ્રણી ખાનગી કંપની ઇન્ડેમર ટેક્નિક્સ પ્રા.લિ. (આઇટીપીએલ)માં 100% હિસ્સો હસ્તગત કરવા માટે એક ચોક્કસ કરાર કર્યો છે. હોરાઇઝન એ અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેકનોલોજી લિ.અને પ્રાઇમ એરો વચ્ચે 50-50 ટકાની ભાગીદારી છે.
નાગપુર ખાતેના મિહાન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં વ્યૂહાત્મક રીતે સ્થિત ઇન્ડેમર ટેકનિક્સ લિ.એ 30 એકર વિસ્તારમાં એક અત્યાધુનિક ગ્રીનફિલ્ડ સુવિધા ઉભી કરી છે. જેમાં 10 હેંગર્સમાં 15 વિમાન ખાડીઓ સમાવવાની ક્ષમતા છે. ઇન્ડેમર ટેકનિક્સ લિ ને ડીજીસીએ, એફએએ (યુએસએ) અને અન્ય વૈશ્વિક નાગરિક ઉડ્ડયન નિયમનકારો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કંપની અગ્રણી ભારતીય અને વૈશ્વિક ગ્રાહકોને લીઝ રીટર્ન ચેક, હેવી સી-ચેક, સ્ટ્રક્ચરલ રિપેર અને એરક્રાફ્ટ પેઇન્ટિંગ સહિત એમઆરઓ સેવાઓની એક વ્યાપક સુવિધા પૂરી પાડે છે.
આગામી વર્ષોમાં 1500 થી વધુ વિમાનને શામેલ કરવા માટે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર સજ્જ છે, અમે ઉડ્ડયનમાં એક નવા યુગના ભાગમાં છીએ એકીકૃત ઉડ્ડયન સેવાઓની ઇકોસિસ્ટમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાની દીશામાં આ હસ્તાંતરણ એ એમઆરઓના ક્ષેત્રમાં ભારતને પ્રીમિયર ગ્લોબલ ડેસ્ટીનેશન તરીકે સ્થાપિત કરવાના અમારા ધ્યેયનું આગળનું કદમ છે. જે ભારતના ઉડ્ડયન માળખાને મજબૂત બનાવે છે. અમારું લક્ષ્ય ઉડ્ડયન સેવાઓને સીંગલ-પોઇન્ટ પ્લેટફોર્મ બનાવવાનું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
