અમદાવાદ,25 જુલાઇ: અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક સમય ગાળાના તેના નાણાકીય અને ઓપરેશનલ પ્રદર્શન આજે જાહેર કર્યા હતા.

નાણાકીય વર્ષ-26 ના પ્રથમ ત્રિમાસિકમાં કુલ આવક 28% વધીને રુ. 7,026 કરોડ થઇ છે. વાર્ષિક ધોરણે નવી ટ્રાન્સમિશન સંપત્તિના સાધારણ યોગદાન સાથે ઓપરેશનલ આવક ફ્લેટ રુ.4,600 કરોડ રહી છે.આ સમગ ગાળામાં એકીકૃત EBITDA 14% વધીને રૂ. 2,017 કરોડ થયો છે. મુંબઈના વિતરણ વ્યવસાયમાં નીચા ઓપરેશનલ EBITDAના કારણે વાર્ષિક ધોરણે ઓપરેશનલ EBITDA ફ્લેટ રુ.1,615 કરોડ રહ્યો છે.

આ સમય ગાળામાં વાર્ષિક ધોરણે કુલ EBITDAમાં ડબલ-અંકોની વૃદ્ધિને કારણે કર બાદના નફામાં 71%ના વધારા સાથે રૂ.539 કરોડનો વધારો થયો છે જેને રૂ.33 કરોડના નીચા  ડેપ્રિશિએશન અને નેટ ટેક્સ આઉટગો દ્વારા મદદ મળી હતી, જેમાં વાર્ષિક ધોરણે રુ.19 કરોડનો ઘટાડો થયો હતો.

ટ્રાન્સમિશન ક્ષેત્રે રુ. 59,304 કરોડના પાઇપલાઇનના 13 પ્રકલ્પોના નિર્માણની યોજના હાલ અમલવારીના તબક્કામાં છે. ચાલુ નાણાકીય વર્ષ- 26 માં ઓછામાં ઓછા 70 લાખ નવા મીટર સ્થાપિત કરવાની કંપનીની યોજના છે.અમલીકરણ હેઠળની પાઇપ લાઇન 22.8 મિલિયન સ્માર્ટ મીટરની છે, જેમાં રુ. 27,195 કરોડની આવકની સંભાવનાવાળા નવ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)