અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામો
અમદાવાદ, 6 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. આ સમય દરમિયાન AELએ મોટા પાયે વિવિધ પ્રકલ્પોના સમયસર અમલીકરણની તેની મુખ્ય શક્તિને ઉજાગર કરી છે. ઉભરતા મુખ્ય માળખાકીય વ્યવસાયોએ વાર્ષિક ધોરણે 5% ના વધારા સાથે રૂ.5,470 કરોડનો અર્ધવાર્ષિક EBITDA નોંધાવ્યો છે અને હવે તે કુલ EBITDAમાં 71% ફાળો આપે છે.
નાણાકીય વર્ષ 26 ના પહેલા છ માસના ગાળામાં આવક રૂ. 44,281 કરોડ જ્યારે EBITDA રૂ. 7,688 કરોડ નોંધાયો છે. કર અગાઉનો નફો (PBT) રૂ. 2,281 કરોડ નોંધાયો છે., જેમાં રૂ. 3,583 કરોડનો અપવાદરૂપ ફાયદો સામેલ નથી અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ. હસ્તકના એરપોર્ટ્સનો EBITDA વાર્ષિક ધોરણે 51% વધીને રૂ. 2,157 કરોડ થયો છે. આ સાથે એરપોર્ટ્સનો વ્યવસાય હવે રૂ. 1,000 કરોડથી વધુના ત્રિમાસિક રન-રેટ પર આગળ વધી રહ્યો છે.
નવા રોકાણોના સંદર્ભમાં રૂ. 19,982 કરોડની કુલ ઓર્ડર બુક સાથે રસ્તાના ત્રણ અને પાણીના વ્યવસાયના બે પ્રકલ્પો માટે LoA મળેલ છે. વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ વિકસાવવા માટે અદાણીકોનેક્સએ Google સાથે ભાગીદારી કરી છે. ઇન્ક્યુબેશનના આગામી તબક્કાને ટેકો આપવા તેની બેલેન્સ શીટને વધુ મજબૂત બનાવવા માટે રૂ. 25,000 કરોડના આંશિક રીતે ચૂકવેલ રાઇટ્સ ઇશ્યૂને AELના બોર્ડે મંજૂરી આપી છે.
વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૫ના બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે રુ.23,196 કરોડની કુલ આવકની તુલનામાં ચાલુ નાણા વર્ષના સરખા સમયમાં આવક રુ.21,844 કરોડ થઇ છે. જે 6%નો તફાવત દર્શાવે છે. જ્યારે આ ગાળાના અર્ધ વાર્ષિક સમય દરમિયાન નાણા વર્ષ-૨૫માં રુ. 49,263 કરોડની સરખામણીએ ચાલુ નાણા વર્ષના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે આવક રુ.44,281 કરોડ થઇ છે. જે 10%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત નાણા વર્ષના બીજા ત્રિમાસિકમાં EBITDA રુ.4,354 સામે ચાલુ વર્ષના સરખા સમયમાં EBITDA રુ.3,902 કરોડ નોંધાયો છે જે 10%નો તફાવત દર્શાવે છે. ગત નાણા વર્ષના પ્રથમ છ માસિકમાં રુ.8654 કરોડની તુલનાએ ચાલુ નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન વાર્ષિક ધોરણે EBITDA રુ.7,688 કરોડ નોંધાયો છે. જે 11%નો તફાવત દર્શાવે છે.
ગત નાણા વર્ષ-૨૫ના બીજા ત્રિમાસિકના કર અગાઉના નફો રુ.2409 કરોડની તુલનાએ ચાલુ વર્ષના બીજા ત્રિમાસિકમાં રુ.4398 કરોડ થયો છે. જે 83%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત વર્ષના પ્રથમ છ માસમાં કર અગાઉનો નફો 4,644 કરોડની તુલનાએ વાર્ષિક ધોરણે ચાલુ નાણા વર્ષના પ્રથમ છ માસિકમાં રુ.5,844 કરોડ નોંધાયો છે જે 26%નો તફાવત દર્શાવે છે. કર બાદનો નફો જે ગત વર્ષના બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે રુ.1,742 કરોડ હતો તેની તુલનાએ ચાલુ નાણા વર્ષના સરખા ગાળામાં રુ.3199 કરોડ નોંધાયો છે જે 84%નો તફાવત દર્શાવે છે. ગત નાણા વર્ષના પ્રથમ અર્ધ વાર્ષિક સમયમાં કર બાદનો નફો રુ.3,196 કરોડ થયો હતો તેની સામે ચાલુ નાણા વર્ષના સમાન ગાળાદરમિયાન વાર્ષિક ધોરણે કરબાદનો નફો રુ.3,933 કરોડ નોંધાયો છે. જે 23%નો તફાવત દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
