અદાણી પોર્ટસે LIC પાસેથી રુ.૫ હજાર કરોડના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર મેળવ્યા

અમદાવાદ, 31 મે: અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ. ૧૫ વર્ષના સમય ગાળા માટે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (એન.સી.ડી.) મારફત રુ.૫ હજાર કરોડ સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા છે. અદાણી પોર્ટસની મજબૂત નાણાકીય સધ્ધરતા અને AAA -સ્થિર રેટીંગના ટેકાના આધારે એન.સી.ડી.નો આ ઇસ્યુ વાર્ષિક 7.75%ના સ્પર્ધાત્મક કૂપનના દરે આખરી થયો છે અને જીવન વિમા નિગમ (LIC) દ્વારા તેનું સંપૂર્ણપણે ભરણું કરવામાં આવ્યું છે, આ ડિબેન્ચર બોમ્બે સ્ટોક એક્સચેંજ ઉપર લિસ્ટેડ થશે. બોન્ડની આ રકમ અદાણી પોર્ટસના USD બોન્ડ્સના પ્રસ્તાવિત બાયબેક ભંડોળ પુરું પાડશે. જે ૩૧મી મે-૨૦૨૫ના રોજની બોર્ડની મંજૂરી માટે બાકી છે. આ સંપૂર્ણ ભરણું એકંદર દેવાની પાકતી મુદતને 4.8 વર્ષથી વધારી 6.2 વર્ષની કરશે.
કંપનીના પૂર્ણકાલિન ડાયરેકટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે દેવાની ચુકવણીની સમયાવધિ અને મૂડી ખર્ચમાં સતત સુધારો થવાના પરિણામે અદાણી પોર્ટસને શાંત મૂડી અને ઉંચી પ્રવાહિતા સુલભ થાય છે, જે લાંબા ગાળાના આયોજન અને વિરાટકાય પ્રકલ્પો માટે મહત્વના છે. વધુમાં તે ઇનઓર્ગેનિક તકો માટે સરળ નાણાકીય અનુકૂળતા પૂરી પાડી નવા આયામો, ટેકનોલોજીના અપગ્રેડેશન અને કામકાજની કાર્યક્ષમતા વધારવા માટે સંસાધનોના પુન:વિતરણને સક્ષમ બનાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)