અમદાવાદ, 14 જાન્યુઆરીઃ અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) માટે સરકારે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ થી શહેર ગેસ વિતરકો માટે ઘરેલુ ગેસ ફાળવણીમાં વધારો કર્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડના એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ (APM) ગેસ ફાળવણીમાં 20% વધારાની મંજૂરી મળી ગઈ છે. આ નવી ફાળવણી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ થી અમલમાં આવશે.

ગત વર્ષે સરકારે શહેર ગેસ વિતરકો માટે ઘરેલુ ગેસ ફાળવણીમાં લગભગ 35% ઘટાડો કર્યો હતો. હવે ફાળવણીમાં આ વધારાથી આ કંપનીને મોટી રાહત મળશે. અગાઉ ફાળવણીમાં ઘટાડાને કારણે કંપનીઓના માર્જિન પર દબાણ વધ્યું હતું, જેના કારણે તેઓ CNGના ભાવ વધારવાની જરૂરિયાત અનુભવી રહ્યા હતા.  

કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે નોડલ એજન્સી ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા આ વિશે જાણ કરવામાં આવી છે. કંપની દ્વારા APM ગેસ ફાળવણીમાં વધારાની જાહેરાત બાદ શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગમાં ATGLના શેરમાં 2% સુધીનો ઉછાળો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વેચાણ અને વોલ્યુમમાં વધારાને કારણે નાણાકીય વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરમાં અદાણી ટોટલ ગેસનો નફો 8% વધીને રૂ. 186 કરોડ થયો હતો, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 172 કરોડ હતો.  આ વધારો થયો છે.  

ATGL તેના ઓપ્ટિમાઇઝ્ડ ગેસ પોર્ટફોલિયો સાથે ગ્રાહકોની વિવિધ માંગને સંરેખિત કરે છે. જેમાં ગ્રાહકોને અવિરત ગેસ સપ્લાય સહિત ખર્ચને સંતુલિત કરવા સ્પોટ, ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના કરાર વગેરેનો સમાવેશ થાય છે.

ટેકનોલોજી, ડિજિટાઇઝેશન અને ડેટા એનાલિટિક્સ, નવા બિઝનેસ વેન્ચર્સ, ઇ-મોબિલિટી અને LNG ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ માઇનિંગ (LTM) તેમજ મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરવા ATGL એ ભારે રોકાણ કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)