અમદાવાદ, 11 ડિસેમ્બર: ટાટાગ્રૂપનીગ્લોબલબેટરીબિઝનેસકંપનીઅગ્રતાસગુજરાતનાસાણંદખાતેવિશ્વસ્તરીયબેટરીઉત્પાદનસુવિધાઊભીકરવાનાકાર્યમાંઝડપીપ્રગતિકરીરહીછે.સમગ્રસાઇટપરતેમનુંનિર્માણખૂબઝડપીઆગળવધીરહ્યુંછેઅનેસ્ટ્રક્ચરલસ્ટીલફ્રેમવર્કલગભગપૂર્ણથવાનાઆરેછે.

320 એકરનો વિસ્તાર ધરાવતી આ સુવિધા, ભારતમાં ક્લીન એનર્જી ક્ષેત્રમાં થયેલી સૌથી મહત્વપૂર્ણ મૂડીરોકાણોમાંની એક છે. પ્રથમ તબક્કામાં દર વર્ષે 20 GWh ક્ષમતાવાળી બેટરી ઉત્પાદનની યોજના છે.હાલમાં 2,000 કરતાં વધુ નિર્માણ કર્મચારીઓ અને સપ્લાયર્સનાં 700 કરતાં વધુ નિષ્ણાતો આ સાઇટ પર કાર્યરત છે, જે ભારતની ક્લીન એનર્જી વિઝનને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે. સાથે જ, અદ્યતન બેટરી સેલ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે દેશની ક્ષમતા મજબૂત બનશે.

બાંધકામની પ્રગતિ  સાથે–સાથે, અગ્રતાસ અદ્યતન અને મજબૂત સપ્લાય ચેઇન સિસ્ટમ ડેવલપ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેમાં ઓટોમેશન અને રિયલ-ટાઈમ મોનીટરિંગ દ્વારા કાર્યક્ષમતા વધારવામાં આવી રહી છે. આધુનિક સપ્લાય ચેઇન ઈન્ટિગ્રેટેડ સેલ્સ અને ઓપરેશન્સ પ્લાનિંગ સિસ્ટમ પર કામ કરશે, જે ડોમેસ્ટિક તેમજ આયાત–નિકાસમાં માંગ, પુરવઠા અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટને જોડશે.

 ટાટા પ્રોજેક્ટ્સ અંગે:

ટાટા પ્રોજેક્ટ્સ ભારતની સૌથી ભરોસાપાત્ર, ટેક્નોલોજી-આધારિત EPC કંપનીઓમાંની એક છે. શહેરી અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ફ્યુઅલ, ડેટા સેન્ટર્સ, ગિગાફેક્ટરીઝ, રિફાઈનરીઝ, મેટ્રો સિસ્ટમ્સ, એરપોર્ટ્સ, પાવર તથા વોટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ કાર્ય કરે છે.

કન્સેપ્ટથી લઈને ઓપરેશન અને મેન્ટેનન્સ સુધી સમગ્ર પ્રોજેક્ટ લાઇફસાયકલ માટે સંપૂર્ણ સેવાઓ પ્રદાન કરે છે. સેફ્ટી અને ગુણવત્તા માટે અનેક સન્માન અને માન્યતાઓ મેળવી છે.

ટાટા ગ્રૂપ વિશ્વના 150 થી વધુ દેશોમાં કાર્યરત છે અને તેનું મિશન છે : વિશ્વભરમાં અમે જે સમુદાયોને સેવા આપીએ છીએ તેમની લાઈફનીની ગુણવત્તામાં સુધારો લાવવો. 2024–25 દરમિયાન ટાટા કંપનીઓનું સંયુક્ત રેવન્યુ US$180 બિલિયન હતું અને 10 લાખથી વધુ કર્મચારીઓ સાથે કાર્યરત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)