AI કંપની ફ્રેક્ટલ એનાલિટિક્સે રૂ. 4,900 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 14 ઓગસ્ટ: વિશ્વભરમાં જાણીતી એન્ટરપ્રાઇઝ AI કંપની ફ્રેક્ટલ એનાલિટિક્સે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. આ IPO માં રૂ. 12,793 મિલિયન સુધીની રકમના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) અને રૂ. 36,207 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર નો સમાવેશ થાય છે.
પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરમાં ક્વિનાગ બિડ્કો લિમિટેડ દ્વારા રૂ. 14,626 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ, ટીપીજી ફેટ હોલ્ડિંગ્સ પીટીઈ લિમિટેડ દ્વારા રૂ. 19,996 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ, સત્ય કુમારી રેમાલા અને રાઓ વેંકટેશ્વરા રેમાલા દ્વારા રૂ. 295 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ અને જીએલએમ ફેમિલી ટ્રસ્ટ દ્વારા રૂ. 1,290 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
કંપની BRLM સાથે પરામર્શ કરીને આરઓસીમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા, લાગુ કાયદા હેઠળ પરવાનગી મુજબ, રૂ. 2,558 મિલિયન સુધીના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પર વિચાર કરી શકે છે. જો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધરવામાં આવે છે, તો તે બીઆરએલએમ સાથે પરામર્શ કરીને અમારી કંપની દ્વારા નક્કી કરવામાં આવનાર કિંમત પર હશે.
TPG, Apax, Gaja જેવા અગ્રણી રોકાણકારો દ્વારા સમર્થિત, અગ્રણી પ્યોરપ્લે ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કંપની કન્ઝ્યુમર પેકેજ્ડ ગુડ્સ અને રિટેલ, ટેકનોલોજી, મીડિયા અને ટેલિકોમ, હેલ્થકેર અને લાઇફ સાયન્સિસ અને બેંકિંગ, નાણાંકીય સેવાઓ અને વીમામાં વ્યાપક કુશળતા ધરાવે છે.
કંપની 113 મસ્ટ વિન ક્લાયન્ટ્સને સેવાઓ આપે છે, જેમાં એમિકા ઇન્શ્યોરન્સ, C3 AI, સિટીબેંક, કોસ્ટકો, ફ્રેન્કલિન ટેમ્પલટન, માર્સ, મોન્ડેલેઝ, નેસ્લે, ફિલિપ્સ વગેરેનો સમાવેશ થાય છે. કુલ 5,000થી વધુ કર્મચારીઓમાંથી ભારતમાં લગભગ 4,600 કર્મચારીઓ સાથે, તે 66 ટકાથી વધુ આવક અમેરિકામાંથી, 17.7 ટકા યુરોપમાંથી અને બાકીની APAC પ્રદેશમાંથી મેળવે છે. આ વિકસતી વિકસિત ભારત અને વૈશ્વિક ક્ષમતા વાર્તાને સાચી પાડે છે.
નાણાંકીય વર્ષ 2025માં ફ્રેક્ટલની કામગીરીમાંથી આવક 25.9 ટકા વધીને રૂ. 2765 કરોડ થઈ હતી, જે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 2196 કરોડ હતી. તેવી જ રીતે ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2024માં (રૂ. 54.7 કરોડ) થી રૂ. 220 કરોડ થયો હતો. ચોખ્ખા નફા અને એબિટા માર્જિનમાં પણ અનુક્રમે (0.2 ટકા) થી 12.6 ટકા અને 10.6 ટકાથી 17.4 ટકાનો વધારો જોવા મળ્યો.
2023 અને 2025ની વચ્ચે ફ્રેક્ટલ 18 ટકાના સીએજીઆરના દરે વૃદ્ધિ પામી રહી છે, જ્યારે થર્ડ પાર્ટી ડેટા, એનાલિટિક્સ અને એઆઈ સર્વિસીસ કંપનીઓ 11 ટકાના દરે વૃદ્ધિ પામી હતી.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
