સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અને પેન્ના સિમેન્ટને પેરેન્ટ કંપનીમાં ભેળવી દેવાશે

અમદાવાદ, 19 ડિસેમ્બર: ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપની અંબુજા સિમેન્ટ્સે તેની પેટા કંપનીઓ સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એસઆઈએલ) અને પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પીસીઆઈએલ)ની અલગ સ્કીમ્સ ઓફ અરેન્જમેન્ટની આજે જાહેરાત કરી હતી. આ સૂચિત સ્કીમ્સમાં અન્ય બાબતો ઉપરાંત એસઆઈએલ અને પીસીઆઈએલના અંબુજા સિમેન્ટ્સમાં વિલયની પ્રક્રિયા સમાવિષ્ટ છે.

એસઆઈએલ 6.6 એમટીપીએની ક્લિંકર ક્ષમતા, 6.1 એમટીપીએની સિમેન્ટ ક્ષમતા અને 1 અબજ ટનના લાઇમસ્ટોન રિઝર્વ્સ ધરાવે છે. એસઆઈએલનો સાંઘીપુરમ પ્લાન્ટ ક્ષમતાની દ્રષ્ટિએ કેપ્ટિવ જેટી અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથે ભારતનું સૌથી મોટું સિંગલ લોકેશન સિમેન્ટ અને ક્લિંકર યુનિટ છે.

પેન્ના આંધ્ર પ્રદેશ તથા તેલંગાણામાં ચાર ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ્સ તથા મહારાષ્ટ્રમાં એક ગ્રાઇન્ડિંગ યુનિટ ધરાવે છે. તે 10 એમટીપીએની ઓપરેશનલ ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત પ્રત્યેક 2 એમટીપીએની ક્ષમતા સાથેના બે પ્લાન્ટ્સ કૃષ્ણાપટનમ અને જોધપુર ખાતે હાલ નિર્માણધીન છે અને આગામી 8-12 મહિનામાં તેની કામગીરી પૂરી થવાની સંભાવના છે. તે કોલકાતા, ગોપાલપુર, કરાઇકાલ, કોચી અને કોલંબો (શ્રીલંકા)માં પાંચ બલ્ક સિમેન્ટ ટર્મિનલ્સ પણ ધરાવે છે.

અદાણી સિમેન્ટ્સ વેલ્યુઅર્સ દ્વારા ભલામણ કરાયા અને બોર્ડ દ્વારા સ્વીકૃતિ અપાય મુજબ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના એસઆઈએલના દર 100 ઇક્વિટી શેર્સ માટે પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 12 ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે અને આ રીતે એસઆઈએલના લાયક શેરધારકો અંબુજા સિમેન્ટ્સના શેરધારકો બનશે. આ સોદો સંબંધિત હિતધારકો અને સત્તાવાળાઓ તરફથી જરૂરી મંજૂરીઓ બાદ અમલમાં આવશે અને તેની પ્રક્રિયા 9-12 મહિનાના ગાળામાં પૂરી થવાની સંભાવના છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)