અમદાવાદ, 5 ફેબ્રુઆરી:એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડે (AGL) ડિસેમ્બર 2025નાં અંતે પૂરા થતા નવ મહિનાનાં ગાળા માટે રૂ. 1,219.10 કરોડ કન્સોલિડેટેડ નેટ સેલ્સ નોંધાવ્યો છે, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 1,102.24 કરોડની સરખામણીમાં 10.60%નો વધારો દર્શાવે છે. માંગને કારણે સેલ્સમાં વધારો તથા ઓપરેશનલ ક્ષમતાને કારણે પર્ફોર્મન્સ મજબૂત રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ગત વર્ષે રૂ. 4.97 કરોડની ખોટની તુલનામાં કંપનીએ રૂ. 43.83 કરોડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જ્યારે એબિટા વાર્ષિક 134.43%ની વૃદ્ધિ સાથે રૂ. 102.34 કરોડ રહ્યો છે.

નાણાકીય વર્ષ 2026નાં ડિસેમ્બર ક્વાર્ટર એટલે કે ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ કન્સોલિડેટેડ નેટ સેલ્સ રૂ. 423.93 કરોડ નોંધાવ્યો છે, જે ગત વર્ષે સમાન ગાળા માટે રૂ. 366.09 કરોડની સરખામણી 15.80%નો વધારો દર્શાવે છે. આ ગાળા માટે નેટ પ્રોફિટ રૂ. 20.07 કરોડ રહ્યું છે, જ્યારે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 4.53 કરોડની ખોટ નોંધાઇ હતી. એબિટા માર્જીન 603 bpsથી વધીને 9.62% નોંધાયું છે, જ્યારે એબિટા ઓપરેશનલ ક્ષમતાને કારણે 210.21% વધીને રૂ. 40.80 કરોડ રહ્યું છે.

કંપનીએ નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 4.42 કરોડ સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યું છે, જે 336.25%નો વધારો દર્શાવે છે. એબિટા ગત વર્ષે સમાન ગાળા દરમિયાન રૂ.1.61 કરોડની ખોટની તુલનામાં આ વર્ષે રૂ. 7.91 કરોડ નોંધાયો છે. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ નવ મહિના માટે રેવન્યુ રૂ. 800.48 કરોડ તથા નેટ પ્રોફિટ રૂ. 17.39 કરોડ નોંધાયું છે.

Financial Highlights Consolidated:

ParticularsQ3FY26Q3FY25Growth YoY9MFY269MFY25Growth YoY
Net Sales (Rs Crore)423.93366.0915.80%1,219.101,102.2410.60%
EBITDA (Rs Crore)40.8013.15210.21%102.3443.66134.43%
EBITDA Margin (%)9.62%3.59%603 bps8.39%3.96%443 bps
Net Profit (Rs Crore)20.07(4.53)LP43.83(4.97)LP
NPM (%)4.73%(1.24%)LP3.60%(0.45%)LP

AGLનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું કે, “રિયલ એસ્ટેટ માર્કેટમાં ઊછાળ તથા વિવિધ સરકારી પહેલનાં સપોર્ટને લીધે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે માંગમાં વધારો તથા પ્રોડક્ટ્સમાં પણ ઇનોવેશન જોવા મળ્યું  છે. માંગમાં વધારાને કારણે કંપનીનું પર્ફોર્મન્સ પણ મજબૂત રહ્યું છે. આ ઉપરાંત, અમે વિવિધ કેટેગરી માટે નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી છે, જે આવનારા સમયમાં સેલ્સમાં વધારો કરે તેવી અપેક્ષા છે. આગામી ત્રિમાસિક ગાળા માટે અમને ટોપલાઇન અને બોટમલાઇન બંનેમાં વૃદ્ધિની અપેક્ષા છે.

નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ નવ મહિના માટે નિકાસ કંપનીનાં કુલ ટર્નઓવરની આશરે 15% જેટલી નોંધાઇ છે. તાજેતરમાં, કંપનીએ Allomex Steel Private Limitedમાં 26% સ્ટેક અક્વાયર કર્યો છે, જે હવે એજીએલની એસોસિએટ કંપની બની ચુકી છે.

ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ તથા લેન્ડમાર્ક ભારત-ઇયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ભારતની સિરામિક ટાઇલ્સ તથા ક્વાર્ટ્ઝ ઇન્ડસ્ટ્રી માટે એક નિર્ણાયક વણાંક રજૂ કરે છે. 2025માં ટારીફમાં વધારાને કારણે  નોંધપાત્ર અવરોધોનો સામનો કર્યા બાદ, ભારતીય પ્રોડક્ટ્સ પર યુએસ ઇમ્પોર્ટ ટારીફમાં 18% સુધીનો ઘટાડો, ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સ માટે ફરી આશારૂપ છે.

નાણાકીય વર્ષ 2024માં, ભારતની સિરામિક ટાઇલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 9% હતો, જેની આયાતનું મુલ્ય 250-260 મિલિયન ડોલર હતું. સુધારેલ માર્કેટ એક્સેસ, વધુ સપ્લાય-ચેઇન નિશ્ચિતતા અને અનુકૂળ ટેરિફ રિજાઇમ સાથે, અમેરિકામાં એક્સપોર્ટ હવે ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)