અમદાવાદ, 24 એપ્રિલઃ આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં એકમાત્ર એથર એનર્જીનો આઇપીઓ યોજાઇ રહ્યો છે. તે ઉપરાંત એસએમઇ 2 આઇપીઓ પણ મેદાનમાં આવી રહ્યા છે. ટૂંકમાં પ્રાઇમરી માર્કેટમાં પણ સેકન્ડરી માર્કેટના સુધારાની સાનુકૂળ અસર જોવા મળી રહી છે. મેઇનબોર્ડમાં એથર એનર્જીનો એનર્જીનો IPO 28 એપ્રિલ, 2025ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 30 એપ્રિલ, 2025ના રોજ બંધ થશે. IPO BSE અને NSE પર લિસ્ટેડ થવાની દરખાસ્ત ધરાવે છે. લિસ્ટિંગ તારીખ મંગળવાર, 6 મે, 2025 નક્કી કરવામાં આવશે.

એથર એનર્જી શેરદીઠ રૂ.1ની મૂળકિંમત અને ₹304 થી ₹321 પ્રતિ શેરની પ્રાઇસબેન્ડ સાથેના શેર્સ ઓફર કરશે. અરજી માટે ન્યૂનતમ લોટ સાઈઝ 46 છે. રિટેલ રોકાણકારો માટે જરૂરી ન્યૂનતમ રોકાણ રકમ ₹13,984 છે. sNII માટે લઘુત્તમ લોટ સાઈઝ રોકાણ 14 લોટ (644 શેર) છે, જે ₹2,06,724 થાય છે, અને bNII માટે, તે 68 લોટ (3,128 શેર) છે, જે ₹10,04,088 થાય છે.

Mainboard IPO List

CompanyOpenClose
Ather Energy28 Apr30 Apr

SME IPO List

CompanyOpenClose
Arunaya Organics29 Apr02 May
Iware Supplychain28 Apr30 Apr
Tankup Engineers23 Apr25 Apr

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)