મુંબઈ, 5 એપ્રિલઃ SFB AU SMALL ફાઇનાન્સ બેંકે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક (ફિનકેર SFB)નું એયુ SFBમાં વિલિનીકરણની જાહેરાત કરી છે. 29 ઓક્ટોબર, 2023ના રોજ જાહેર થયેલી આ ઓલ-સ્ટોક મર્જર ડીલમાં ફિનકેર SFBના શેરધારકોને ફિનકેર SFBમાં રાખેલા દર 2,000 ઇક્વિટી શેર્સની સામે એયુ SFBના 579 ઇક્વિટી શેર્સ મળશે. આ મર્જરને 4 માર્ચ, 2024ના રોજ આરબીઆઈ તરફથી આખરી મંજૂરી મળી હતી અને તે 1 એપ્રિલ, 2024થી અમલી ગણાશે. આ મર્જરને અગાઉ 23 જાન્યુઆરી, 2024ના રોજ કમ્પિટિશન એક્ટ, 2002ની કલમ 31(1)ની જોગવાઈઓ હેઠળ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા પણ મંજૂરી મળી હતી.

ભારતીય મર્જર એન્ડ એક્વિઝિશન (એમએન્ડએ) સેક્ટરમાં આ સૌથી ઝડપી મર્જર અપ્રૂવલ્સ પૈકીની છે જેમાં તમામ મંજૂરીઓ 4.5 મહિનામાં જ મેળવી લેવાઈ છે. આ સાથે એયુ SFB 1 કરોડથી વધુના કસ્ટમર બેઝ, 43,500 કર્મચારીઓ અને 25 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2,350થી વધુ ટચપોઇન્ટ્સના નેટવર્ક સાથેની મજબૂત સંસ્થા બની છે જે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં પ્રોફોર્માના આધારે રૂ. 89,854 કરોડની ડિપોઝીટ્સ તથા રૂ. 1,16,695 કરોડની બેલેન્સ શીટ ધરાવે છે. એયુ SFBએ તાજેતરમાં જ તેની કામગીરીને પાંચ બિઝનેસ ગ્રુપ્સમાં કન્સોલિડેટ કરી છે અને ફિનકેર યુનિટ તેનું છઠ્ઠું બિઝનેસ ગ્રુપ હશે.

મર્જર પછી ફિનકેરના તમામ 59 લાખથી વધુ ગ્રાહકો ક્રેડિટ કાર્ડ, ક્યુઆર કોડ, વીડિયો બેંકિંગ અને AU0101 જેવી તેની ડિજિટલ ઓફરિંગ્સ સહિત એયુ SFBની શ્રેષ્ઠ ટેક્નોલોજીકલ સર્વિસીઝ તેમજ ફ્લેગશિપ પ્રોડક્ટ્સ (એસેટ્સ અને લાયબિલિટીઝ બંને)નો અનુભવ તથા લાભ મેળવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)