અમદાવાદ, 30 સપ્ટેમ્બર:  એક્સિસ બેંકે ફ્રીચાર્જ સાથેના સહયોગમાં ગોલ્ડ લોન સાથે યુપીઆઈ પર ક્રેડિટ રજૂ કરી છે. આ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા સુલભ બનાવાયેલી ભારતની સૌપ્રથમ ગોલ્ડ સમર્થિત ક્રેડિટ લાઇન છે. આ નવીનતમ પ્રોડક્ટ સમગ્ર શહેરી અને ગ્રામીણ ભારતમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટપ્રાઇઝીસ (MSME), સ્વરોજગાર મેળવનારાઓ અને વેપારીઓ માટે ગોલ્ડ એસેટ્સની આર્થિક સંભાવના અનલોક કરે તે પ્રકારે બનાવાયેલી છે.

ગોલ્ડ લોન સાથે યુપીઆઈ પર ક્રેડિટથી ગ્રાહકો તેમના ગોલ્ડ હોલ્ડિંગ્સ સામે ઇન્સ્ટન્ટ ક્રેડિટની એક્સેસ મેળવી શકે છે. આ પ્રોડક્ટ ગોલ્ડ લોન પ્રોસેસ કરતી તમામ બ્રાન્ચમાં હાલના એક્સિસ બેંક ગ્રાહકો માટે ઉપલબ્ધ છે અને તે યુટિલાઇઝેશન અને રિપેમેન્ટ્સ માટે સંપૂર્ણ ડિજિટલ સફર પૂરી પાડે છે તથા ઓનબોર્ડિંગ પછી ફિઝિકલ બ્રાન્ચ વિઝિટની જરૂરિયાત દૂર કરે છે.

આ પ્રોડક્ટ વપરાયેલી રકમ પર જ વ્યાજ વસૂલે છે જેનાથી તે કાર્યશીલ મૂડી, વેપારની વૃદ્ધિ કે તાત્કાલિક તરલતાની જરૂરિયાત માટે સસ્તો ઉપાય બનાવે છે. પેમેન્ટ કે રિપેમેન્ટ ફ્રીચાર્જ કે અન્ય કોઈપણ યુપીઆઈ એપનો ઉપયોગ કરીને યુપીઆઈ ક્યુઆર કે યુપીઆઈ થકી તરત જ કરી શકાય છે જેનાથી ગ્રાહકોને પારદર્શક, રિયલ ટાઇમ કેશ ફ્લો મેનેજમેન્ટ મળે છે.

આ લોન્ચ બંને કંપનીઓની સંયુક્ત શક્તિઓને દર્શાવે છે: એક્સિસ બેંક ક્રેડિટ અને ગ્રાહક પહોંચમાં તેનું નેતૃત્વ લાવી રહી છે જ્યારે ફ્રીચાર્જ ઓનબોર્ડિંગ, રજિસ્ટ્રેશન્સ, પેમેન્ટ અને રિપેમેન્ટ્સ માટે સરળ અને સંપૂર્ણપણે ડિજિટલ યુઝર યાત્રાને સક્ષમ બનાવે છે. સાથે મળીને, તેમણે એક સરળ, વિશ્વસનીય અને વ્યાપકપણે સુલભ ગોલ્ડ-સમર્થિત ક્રેડિટ પ્રોડક્ટ રજૂ કરી છે, જે ભારતમાં ડિજિટલ ધિરાણ માટેના માપદંડોમાં વધારો કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)