અમદાવાદ, 12 માર્ચઃ  બેંક ઓફ બરોડાએ આજે ​​મહિલાઓ માટે એક એક્સક્લુઝિવ પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ – બીઓબી વિમન સેફાયર સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ખાતું રૂ. 10 લાખના કેન્સર કેર કવરેજ પ્લાન, પરિવારના છ સુધીના સભ્યો માટે મફત ઓનલાઈન ડોક્ટર કન્સલ્ટેશન અને દવાઓ તથા પેથોલોજી ટેસ્ટ્સ પર છૂટ સહિત અનેક આરોગ્ય અને સુખાકારી લાભો પૂરા પાડે છે.

આ ખાતું બેંકિંગ અને લાઇફસ્ટાઇલને લગતા શ્રેષ્ઠ લાભો પણ પૂરા પાડે છે. તે બીઓબી ભૂમિ રૂપે સિલેક્ટ ડેબિટ કાર્ડ સાથે આવે છે, જે ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જની એક્સેસ, મફત જિમ મેમ્બરશિપ, હેલ્થ ચેક-અપ, સ્પા/સલૂન સેશન અને ઓટીટી સબ્સ્ક્રીપ્શન્સ જેવા પ્રીમિયમ લાઇફસ્ટાઇલ પ્રિવિલેજીસ પ્રદાન કરે છે. ખાતાધારકોને પ્રીમિયમ અને મહિલા કેન્દ્રિત ક્રેડિટ કાર્ડ એવા BOBCARD ટિયારા ક્રેડિટ કાર્ડ પર રિવોર્ડ પોઈન્ટના રૂપમાં પ્રથમ વર્ષની ફીમાં 50 ટકા છૂટ પણ મળશે.

BOB વિમેન સેફાયર સેવિંગ્સ ખાતાધારકોને ઓછા દરે લોકર ચાર્જ, હોમ લોન પ્રોસેસિંગ ચાર્જ પર 50 ટકા માફી અને અન્ય વિવિધ બેંકિંગ પ્રિવિલેજીસનો લાભ મળશે.

BOB વિમેન સેફાયર સેવિંગ્સ એકાઉન્ટની મુખ્ય ખાસિયતો:

  • મહિલાઓ માટે
  • માસિક સરેરાશ બેલેન્સઃ રૂ. 1 લાખ
  • કોમ્પ્લીમેન્ટ્રી કેન્સર કેર કવરેજ – રૂ. 10 લાખ (18 વર્ષથી 60 વર્ષ વચ્ચેની મહિલાઓ માટે)
  • હેલ્થ અને વેલનેસ લાભોઃ પરિવારના છ સુધીના સભ્યો માટે ફ્રી ઓનલાઇન ડોક્ટર કન્સલ્ટેશન, દવાઓ પર 15 ટકા સુધીની છૂટ, પેથોલોજી ટેસ્ટ્સ પર 20 ટકા સુધીની છૂટ
  • BOB ભૂમિ રૂપે સિલેક્ટ ડેબિટ કાર્ડઃ ફ્રી ઇશ્યૂઅન્સ, ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ, હેલ્થ ચેક-અપ, જિમ મેમ્બરશિપ, સ્પા/સલૂન, ઉબર કૂપન, ઓટીટી મેમ્બરશિપ
  • BOB CARD ટિયારા ક્રેડિટ કાર્ડ – પહેલા વર્ષની ફીમાં 50 ટકા છૂટ (રિવોર્ડ પોઇન્ટ્સ તરીકે), ફ્રી વિમેન્સ હેલ્થ પેકેજ, પર્સનલ એક્સીડેન્ટ કવરેજ, મિન્ત્રા, નાઇકા, ફ્લિપકાર્ટ, લેક્મે વગેરેના વાઉચર્સ, અનલિમિટેડ કોમ્પ્લીમેન્ટ્રી ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ
  • હોમ લોનઃ હોમ લોન પ્રોસેસિંગ ફી પર 50 ટકા છૂટ
  • લોકર ફેસિલિટી) રૂ. 500 સુધીના લોકર ચાર્જિસ પર 20 ટકા ડિસ્કાઉન્ટ