અમદાવાદ, 18 ડિસેમ્બર: સોલ મેન્ડેટેડ લીડ એરેન્જર તરીકે કાર્યરત બેન્ક ઓફ બરોડાએ ઓએનજીસી વિદેશ લિમિટેડ (OVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને ગિફ્ટ સિટીમાં નોંધાયેલી ઓવીએલ ઓવરસીઝ લિમિટેડ (OOIL) ને 500 મિલિયન અમેરિકન ડોલરની પાંચ વર્ષની ફોરેન કરન્સી ટર્મ લોન ફેસિલિટી અન્ડરરાઇટ કરી છે. ટર્મ લોન ફેસિલિટી માટેની ડ્રોડાઉન સેરેમની ગિફ્ટ સિટીમાં બેન્ક ઓફ બરોડા IFSC બેન્કિંગ યુનિટ ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે બેન્ક ઓફ બરોડા અને ઓએનજીસી વિદેશ લિમિટેડનાં વરિષ્ઠ હોદેદ્દારો ઉપસ્થિત રહ્યા હતા.

BANK OF BARODAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લલિતત્યાગી એ જણાવ્યું કે, “500 મિલિયન ડોલરની ફેસિલિટીનું સફળતાપૂર્વક અન્ડરરાઇટિંગ સિન્ડિકેટેડ ફોરેન કરન્સી લોન્સમાં બેન્ક ઓફ બરોડાની ક્ષમતાઓ પ્રદર્શિત કરે છે. આ ટ્રાન્ઝેક્શન ગિફ્ટ સિટીની વધતી જતી પાકટતા અને વિદેશોમાં ધિરાણ ઊભું કરવાની અને ઓએનજીસી જેવાં જાહેર એકમોની વૈશ્વિક કામગીરીને મદદ કરવાની ભારતીય બેન્કોની ક્ષમતા પ્રદર્શિત કરે છે. તમામ પ્રકારનાં કોર્પોરેટ ફાઇનાન્સ સોલ્યુશન્સ પૂરાં પાડીને અમે ઓએનજીસી ગ્રૂપ સાથે લાંબા ગાળાનાં જોડાણને વધુ ઊંડા બનાવવા માટે પ્રતિબધ્ધ છીએ.”

BANK OF BARODAનું આઇએફએસસી બેન્કિંગ યુનિટ બેન્કના આંતરરાષ્ટ્રીય વ્યાપમાં મહત્વનો સ્તંભ છે અને ભારત બહાર તેની ત્રીજી મોટી શાખા છે જે સિન્ડિકેટેડ ક્રેડિટ, રિટેલ બેન્કિંગ અને ટ્રેડ ફાઇનાન્સમાં ફેલાયેલો વૈવિધ્યીકૃત પોર્ટફોલિયો ધરાવે છે. બેન્ક ઝડપથી બદલાતી જતી ગિફ્ટ સિટી ઇકોસિસ્ટમમાં અગ્રણી અને મહત્વનાં હિતધારક તરીકે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)