અમદાવાદ, 11 ડિસેમ્બર: બેન્ક ઓફ ઈન્ડિયાએ બેઝલ-3 કમ્પ્લાયન્ટ ટીઅર-2 બોન્ડ મારફત રૂ. 2500 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. એનએસઈ ઈલેક્ટ્રોનિક બીડિંગ પ્રોવાઈડર પ્લેટફોર્મ મારફત વાર્ષિક 7.28 ટકાના વ્યાજદરે આ બોન્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. જેની બેઝ પ્રાઈસ રૂ. 1500 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સાથે રૂ. 1000 કરોડ હતી. બેન્કને રૂ. 4982 કરોડના કુલ 68 બીડ પ્રાપ્ત થયા હતા. જેમાંથી બેન્કે રૂ. 2500 કરોડના 29 બીડ સ્વીકાર્યા હતાં.

બેન્કની એકંદરે મૂડીમાં વધારો કરવા તેમજ આરબીઆઈની માર્ગદર્શિકા હેઠળ લાંબા ગાળાના સ્રોતોમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે ટીઅર-2 બોન્ડ મારફત ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. બેન્ક આ ઈશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ કોઈ ખાસ પ્રોજેક્ટના નાણાકીય ઉદ્દેશો પૂરા કરવા માટે કરવાની નથી. બેન્ક તેનો ઉપયોગ તેની સામાન્ય બિઝનેસ ગતિવિધિઓ માટે કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)