અમદાવાદ, 18 સપ્ટેમ્બર: બરોડા બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડ નોંધપાત્ર બેવડા સીમાચિહ્ન સાથે આ સપ્ટેમ્બરમાં તેની 22મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તેની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2,900 કરોડનો આંક વટાવી ચૂકી છે. પ્રારંભ થયો ત્યારથી આ ફંડે સાતત્યપૂર્ણ પર્ફોર્મન્સનો મજબૂત ટ્રેક રેકોર્ડ સ્થાપ્યો છે અને લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં રોકાણ કરીને રોકાણકારો માટે ટકાઉ સંપત્તિ સર્જન કર્યું છે.

ફંડનું પર્ફોર્મન્સ ‘Together for more’ના ફંડ હાઉસના બ્રાન્ડ વચનને સાચા અર્થમાં સાર્થક કરે છે અને પ્રારંભ થયો ત્યારથી તેણે 15.24 ટકાના સીએજીઆરથી વળતર આપ્યું છે. આનાથી તેણે ન કેવળ ફુગાવાને મ્હાત કર્યો છે પરંતુ 1 વર્ષ અને 3 વર્ષના સમયગાળામાં તેના બેન્ચમાર્કને પણ નોંધપાત્ર રીતે આઉટપર્ફોર્મ કર્યો છે. સ્કીમની શરૂઆત થઈ ત્યારથી રોકાણકારોએ જો રૂ. 1,00,000નું લમ્પસમ રોકાણ કર્યું હોય તો તે ઓગસ્ટ 2025ના અંતે વધીને રૂ. 22.6 લાખ થયું છે. ફંડની શરૂઆત થઈ ત્યારથી દર મહિને કરવામાં આવેલા રૂ. 10,000ના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નું મૂલ્ય વધીને આ જ સમયગાળામાં રૂ. 1.52 કરોડ થયું છે.

ફંડના પર્ફોર્મન્સની મજબૂતાઈ દર્શાવતા મુખ્ય પરિબળોઃ

0.9થી ઓછો બીટા, જે બેન્ચમાર્ક ઇન્ડેક્સની સરખામણીમાં ઓછી અસ્થિરતા દર્શાવે છે અને બજારમાં કડાકો બોલે ત્યારે ઘટાડા સામેનું વધુ સારું રક્ષણ પૂરું પાડે છે.

ભારતના મૂડી બજારો સતત વિકસી રહ્યા છે ત્યારે બરોડા બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડ એવા રોકાણકારો માટે આકર્ષક રોકાણ ઉકેલ બની રહ્યું છે જેઓ લાંબા ગાળે સંપત્તિ સર્જન પર ધ્યાન આપવા સાથે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં સંતુલિત એક્સપોઝર ઇચ્છે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)