અમદાવાદ, 12 માર્ચ: ભારત ફોર્જ લિ.ના એરોસ્પેસ ડિવિઝને આજે પુણેના મુંઘવા ખાતે અદ્યતન લેન્ડિંગ ગિયર કોમ્પોનન્ટ્સ મશિનિંગ પ્લાન્ટનું ઉદ્યાટન કર્યું હતું. આ પ્લાન્ટ લીભેર એરોસ્પેસ એન્ડ ટ્રાન્સપોર્ટેશન SAS સાથે જોડાણમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ ભારત ફોર્જની ઓઈએમ-મંજૂર લેન્ડિંગ ગિયર કોમ્પોનન્ટ્સ મશિનિંગ ક્ષમતાઓનું સંચાલન કરતી અગ્રણી કંપનીઓ પૈકી એક બનાવે છે, તેમજ ભારતની નંબર વન કંપનીઓમાં સ્થાન અપાવે છે. તે હાઈ-પ્રિસિજન લેન્ડિંગ-ગિયર કોમ્પોનન્ટ્સ માટે સમર્પિત અદ્યતન મશિનિંગ સેન્ટર્સને એકીકૃત કરે છે, તે ભારતના એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉપરાંત વૈશ્વિક સ્તરે એરોસ્પેસ સપ્લાય ચેઇનમાં દેશની ભૂમિકાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

આ ઉદ્યાટન સમારોહમાં ભારત ફોર્જના વાઈસ ચેરમેન અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરઅમિત કલ્યાણીએ જણાવ્યું કે, “લીભેરએરોસ્પેસ સાથે ભાગીદારીમાં આયોજિત આ અત્યાધુનિક ફેસિલિટી એરોસ્પેસ સેક્ટરમાં ભારત ફોર્જની યાત્રામાં નોંધનીય સિદ્ધિ દર્શાવે છે, જે ગ્રાહક સંબંધોમાં મૂલ્ય ઉમેરવાની અમારી ક્ષમતાનો પુરાવો છે. બીએફએલ એરોસ્પેસ ડિવિઝનમાં તેની વૈશ્વિક જરૂરિયાતો માટે દુર્લભ કોમ્પોનન્ટ્સ અને પ્રોડક્ટ્સ પહોંચાડવા માટે અમારા પર વિશ્વાસ કરવા બદલ અમે લીભેર એરોસ્પેસનો આભાર માનીએ છીએ. આજે આ પગલું એ ફક્ત એક શરૂઆત નથી, પણ તે અમારી પહોંચને વધારવા અને અમારા કાર્યોમાં મૂલ્યવર્ધન વધારવાની પ્રતિબદ્ધતા છે. આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા અમે ભારતીય મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી માટે લાંબા ગાળાના ટકાઉ વિકાસનો પાયો સ્થાપી રહ્યા છીએ.”

ઉદ્ઘાટન સમારોહમાં લીભેર-એરોસ્પેસના વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં માર્ટિન વાન્ડેલ (લીભેર-એરોસ્પેસ અને ટ્રાન્સપોર્ટેશન SAS ખાતે મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર), શ્રી ફિલિપ વોલ્ટર (લીભેર-એરોસ્પેસ લિન્ડેનબર્ગ GmbH ખાતે મેનેજિંગ ડિરેક્ટર), શ્રી બર્ન્ડ શેચર્લ (લીભેર-એરોસ્પેસ અને ટ્રાન્સપોર્ટેશન SAS ખાતે ડાયરેક્ટર પ્રોક્યોરમેન્ટ), શ્રી સંજય પ્રસાદ (લીભેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ખાતે મેનેજિંગ ડિરેક્ટર) અને શ્રી સુનિલ કાલરા (લીભેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ખાતે મેનેજિંગ ડિરેક્ટર)નો સમાવેશ થાય છે. ભારત ફોર્જ તરફથી, આ કાર્યક્રમનું નેતૃત્વ શ્રી અમિત કલ્યાણી (VC & JMD, ભારત ફોર્જ લિમિટેડ), શ્રી ગુરુ બિસ્વાલ (CEO, ભારત ફોર્જ એરોસ્પેસ ડિવિઝન) દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારત ફોર્જ પાસે હવે નાગરિક અને લશ્કરી ઉડ્ડયન માટે એરો-એન્જિન કોમ્પોનન્ટ્સ, એરફ્રેમ માળખું અને લેન્ડિંગ-ગિયર સબ-સિસ્ટમ્સમાં ફુલ-સ્ટેક એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ પોર્ટફોલિયો છે. કંપની ટર્બાઇન અને કોમ્પ્રેસર પાર્ટ્સ, ફોર્જ્ડ રિંગ્સ, શાફ્ટ અને ડિસ્ક, માળખાકીય અને લેન્ડિંગ-ગિયર પ્રોડક્ટ્સ પણ ઉત્પાદિત કરે છે. તે ભારતમાં એક અદ્યતન એરોસ્પેસ રિંગ-મિલ પણ સ્થાપિત કરી રહ્યું છે,  જે એરો-એન્જિન કાર્યક્રમો માટે ઉચ્ચ-મૂલ્યની ફોર્જ્ડ રિંગ્સનું ઉત્પાદન કરશે.