BLS પોલિમર્સ લિમિટેડે સેબી સમક્ષ DRHP દાખલ કર્યું

અમદાવાદ, 11 ઓગસ્ટઃ BLS પૉલિમર્સ લિમિટેડ (BLS પોલિમર્સ)(“ધ કંપની”) કે જે કસ્ટમ ફોર્મ્યુલેટેડ પોલિમર કમાઉન્ડ્સના બહુવિધ કમ્પાઉન્ડ્સના ગ્રેડ્સનું ઉત્પાદન છે, જે ટેલિકોમ્યુનિકેશન, પાવર, રેલવે, વોટર, ઓઈલ એન્ડ ગેસ ડિસ્ટ્રીબ્યુશન જેવા વિવિધ પ્રકારના અત્યંત મહત્વના ઉદ્યોગોમાં સર્વિસ પૂરી પાડે છે તેણે મૂડી બજારની નિયમનકર્તાસિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”) સમક્ષ પોતાનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) દાખલ કર્યું છે.
કંપની પ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)ના માધ્યમથી ઈક્વિટી શેર મૂડી મારફતે ફંડ ઉભુ કરવાની યોજના ધરાવે છે. આ જાહેર ઓફરમાં દરેક રૂપિયા 10ની ફેસ વેલ્યુ સાથે 1,70,00,000 ઈક્વિટા શેર સુધી ફ્રેશ ઈશ્યુનો સમાવેશ ધરાવે છે.
BLS પોલિમર્સ લિમિટેડ મલ્ટીપલ પોલિમર કમ્પાઉન્ડ્સના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. પોલિમર કમાઉન્ડ્સનો ઉપયોગ પાવર, ટેલિકોમ્યુનિકેશન તથા રેલવે ઈન્ડસ્ટ્રીઝમાં વાયર તથા કેબલ્સના શેથીંગ, જેકટીંગ તથા ઈન્સ્ટોલેશન માટે જરૂરી રો મટેરિયલ તરીકે કરવામાં આવે છે, આ સાથે જ અંડરગ્રાઉન્ડ ઓઈલ, ગેસ અને વોટર પાઈપલાઈનના કોટીંગ માટે પણ કરવામાં આવે છે, જેથી કોરિઝન અને બહ્ય પર્યાવરણને લગતા પરિબળો પૂરા પાડવામાં આવે છે. (સ્રોતઃ ક્રિસિલ અહેવાલ). કંપનીનું ઉત્પાદન ઓઈલ, ગેસ, અને પાણી સહિત અન્ય મહત્વના ઉદ્યોગોમાં હાઈ-પર્ફોમન્સ એપ્લિકેશનની મહત્વની ભૂમિકા ભજવે છે.
લીડ મેનેજર્સઃ યુનિસ્ટોન કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ એ આ ઈશ્યુના મુખ્ય બૂક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે.
