બ્રિગેડ હોટેલ વેન્ચર્સ લિમિટેડે 17 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂપિયા 324.72 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું
અમદાવાદ,25 જુલાઈ: અગ્રણી બ્રિગેડ હોટેલ વેન્ચર્સ લિમિટેડ એ તેના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (IPO) અગાઉ દરેક રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેરની રૂપિયા 90ની અપર પ્રાઈઝ બેન્ડથી 17 એન્કર ઈન્વેસ્ટર્સને 3,60,81,000 ઈક્વિટી શેરની ફાળવણી કરી છે અને રૂપિયા 324.72 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે(દરેક ઈક્વિટી શેરદીઠ રૂપિયા 80 શેર પ્રીમિયમનો સમાવેશ થાય છે).
એન્કર બુકને વ્યાપક પ્રમાણમાં દિગ્ગજ રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને તેમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, 360 વન મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, મોતિલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ, બંધન મ્યુચ્યુઅલ ફંડ તથા એડેલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ વગેરેનો સમાવેશ થતો હતો.
એન્કર ઈન્વેસ્ટર્સને જે 3,60,81,000 ઈક્વિટી શેરની કુલ ફાળવણી કરવામાં આવી છે તે પૈકી 2,54,88,636 ઈક્વિટી શેર (જે એન્કર ઈન્વેસ્ટર્સને કરાયેલી કુલ ફાળવણીના 70.64 ટકા હિસ્સો છે) કુલ 12 સ્કીમ્સ મારફતે 6 ડોમેસ્ટીક મ્યુચ્યુઅલ ફંડને ફાળવણી કરાઈ છે.
કુલ ઓફર દરેક રૂપિયા 10ની ફેસ વેલ્યુના ઈક્વિટી શેરોના ફ્રેશ ઈશ્યુના રૂપિયા 7596.0 મિલિયનથી બનેલ છે. આ ઈશ્યુમાં યોગ્યતા ધરાવતા કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂપિયા 75.96 મિલિયન સુધીના કુલ રિઝર્વેશન તથા બ્રિગેડ એન્ટરપ્રાઈસિસ લિમિટેડ (બીઈએલ) શેરધારકો દ્વારા સબ્સ્ક્રીપ્શન માટેના કુલ રૂપિયા 303.84 મિલિયનના રિઝર્વેશનનો સમાવેશ થાય છે. એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શન (“એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શન ડિસ્કાઉન્ટ”)ને દરેક ઈક્વિટી શેર પર રૂપિયા 3 ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવેલી છે.
જેએમ ફાયનાન્શિયલ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ આ ઈશ્યુના બૂક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
