ગુમી/ નીતા શર્મા અને ડાયમંડ રિસર્ચ/ અક્ષત શર્મા અંગે એનએસઇની ચેતવણી
મુંબઇ, 12 નવેમ્બર 2024: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE)ના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાંક વ્યક્તિઓ અને કંપનીએ શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર સાથે યોજનાઓ ઓફર કરે છે.
- ગુમી સાથે સંકળાયેલા નીતા શર્મા મોબાઇલ નંબર 7484810117 અને 9115336718 દ્વારા ઓપરેટ કરે છે
- ડાયમંડ રિસર્ચ સાથે જોડાયેલા અક્ષત શર્મા અને અમિત વેબસાઇટ www.diamondresearch.co.in સાથે જોડાયેલા છે અને મોબાઇલ નંબર 9256670567 દ્વારા ઓપરેટ કરે છે.
રોકાણકારોને ચેતવણી આપવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સંકેતાત્મક/ખાતરીપૂર્વકના/બાંયધરીકૃત વળતર આપતી કોઈપણ વ્યક્તિ/એકમ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/ પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરવું કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. અત્રે એ પણ નોંધનીય છે કે ઉપરોક્ત વ્યક્તિ/એકમ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ મેમ્બરના સભ્ય તરીકે અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલ નથી. એક્સચેન્જે રજિસ્ટર્ડ મેમ્બર અને તેમના દ્વારા અધિકૃત કરાયેલા વ્યક્તિઓની વિગતો તપાસવા માટે તેની વેબસાઈટ પર “https://www.nseindia.com/invest/find-a-stock-broker” લિંક હેઠળ “Know/Locate your Stock Broker”ની સુવિધા પૂરી પાડી છે. આ ઉપરાંત એક્સચેન્જમાં ટ્રેડિંગ મેમ્બર્સ દ્વારા જાહેર કરાયેલા રોકાણકારો પાસેથી નાણાં મેળવવા/તેમને ચૂકવવા માટે ક્લાયન્ટ બેંક એકાઉન્ટ તરીકે જણાવાયેલા નિયુક્ત બેંક ખાતાઓ પણ ઉપરોક્ત લિંક હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ વ્યક્તિ/એકમ સાથે વ્યવહાર કરતી વખતે તેમની વિગતો તપાસે.આવી પ્રતિબંધિત સ્કીમમાં ભાગ લેતા રોકાણકારો માટે આ કૃત્ય તેમના પોતાના જોખમે તથા કિંમતે રહેશે અને આવી સ્કીમના કોઈપણ પરિણામો એક્સચેન્જ દ્વારા મંજૂર કે માન્ય કરવામાં આવતા નથી.
રોકાણકારો એ પણ ધ્યાનમાં લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિખવાદો માટે નીચે મુજબના કોઈપણ નિરાકરણો રોકાણકારોને ઉપલબ્ધ રહેશે નહીઃ
1. એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકાર સુરક્ષાના લાભો
2. એક્સચેન્જ ડિસ્પ્યુટ રિસોલ્યુશન મિકેનિઝમ
3. એક્સચેન્જ દ્વારા સંચાલિત ઇન્વેસ્ટર ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)