ઇશ્યૂ ખૂલશે19 ડિસેમ્બર
ઇશ્યૂ બંધ થશે23 ડિસેમ્બર
એન્કર બીડ18 ડિસેમ્બર
ફેસવેલ્યૂરૂ.5
પ્રાઇસબેન્ડરૂ.665-701
લોટ સાઇઝ21 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.500.33 કરોડ
લિસ્ટિંગએનએસઇ, બીએસઇ

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ્સ લિમિટેડ ઇક્વિટી શેર્સના તેના IPO સંદર્ભે તેની બિડ/ઓફર ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો બુધવાર, 18 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ/ઓફર સમયગાળો સોમવાર, 23 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક શેર દીઠ રૂ. 665થી રૂ. 701ના ભાવે ફિક્સ કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 21 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 21 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

ઇશ્યૂના હેતુઓ એક નજરે

કંપની કુલ આવકમાંથી આ મુજબ ફંડિંગ માટે તેનો ઉપયોગ કરવા વિચારણા કરી રહી છે (1) વોટર, વેસ્ટ વોટર અને તેને સંબંધિત મેમ્બ્રેન મોડ્યુલ્સના ટ્રીટમેન્ટ માટે સિસ્ટમ્સ અને પ્લાન્ટ્સ એસેમ્બલ કરવા માટે એસેમ્બલી યુનિટ ઊભું કરવા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટેની તેની મૂડી ખર્ચ જરૂરિયાતોને ધિરાણ પૂરું પાડવા તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કોન્કોર્ડ એન્વાયરો એફઝેડઇ (“CEF”)માં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 250 મિલિયન (રૂ. 25 કરોડ) છે (2) ઉત્પાદન, સ્ટોરેજ અને તેને સંબંધિત પ્રવૃત્તિઓના વિસ્તરણ માટે બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ માટે તેની મૂડી ખર્ચ જરૂરિયાતોને ધિરાણ આપવા માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રોશેમ સેપરેશન સિસ્ટમ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ (“RSSPL”) માં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 105.05 મિલિયન (રૂ. 10.50 કરોડ) છે (3) પ્લાન્ટ અને મશીનરી ખરીદવા માટે કંપનીની મૂડી ખર્ચ જરૂરિયાતોને ભંડોળ માટે જેનું મૂલ્ય અંદાજે રૂ. 32.07 મિલિયન (રૂ. 3.21 કરોડ) છે (4) સીઈએફ દ્વારા લેવાયેલા કેટલાક ચોક્કસ ઋણની સંપૂર્ણ કે આંશિક રીતે પૂર્વચૂકવણી કે ચૂકવણી માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સીઈએફમાં રોકાણ જેનું મૂલ્ય રૂ. 500 મિલિયન (રૂ. 50 કરોડ) જેટલું છે (5) સીઈએફની કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે સીઈએફમાં રોકાણ જેનું મૂલ્ય રૂ. 200 મિલિયન (રૂ. 20 કરોડ) જેટલું છે (6) કંપનીના પે પર યુઝ/પે એઝ યુ ટ્રીટ બિઝનેસને વધારવા માટે તેના સંયુક્ત સાહસ રોઝર્વ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે જેનું મૂલ્ય અંદાજે રૂ. 100 મિલિયન (રૂ. 10 કરોડ) છે (7) નવા માર્કેટ્સમાં એક્સેસ માટે ટેક્નોલોજી અને અન્ય વિકાસ પહેલમાં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 235 મિલિયન (રૂ. 23.50 કરોડ) જેટલું છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

ઓફરમાં રૂ. 1,750 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને એએફ હોલ્ડિંગ્સ દ્વારા 41,86,368 સુધીના  ઇક્વિટી શેર્સ, પ્રેયસ ગોયલ દ્વારા 1,50,600 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રેરક ગોયલ દ્વારા 1,50,500 સુધીના ઇક્વિટી શેર્સ, પુષ્પા ગોયલ દ્વારા 92,420 સુધીના શેર્સ, નિધિ ગોયલ દ્વારા 31,500 સુધીના શેર્સ અને નમ્રતા ગોયલ દ્વારા 29,500 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

લિસ્ટિંગઃ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ફાઇલ કરવામાં આવતા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે.

લીડ મેનેજર્સઃ મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ અને ઇક્વિરાસ કેપિટલ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)